World

ભારત સાથે સમજૂતી સાધવાની નજીક છીએ, 14 દેશો પરનાં ટેરિફ નિર્ણય વચ્ચે ટ્રમ્પે કહ્યું

By GS TEAM
8 Jul 20252 mins read
ભારત સાથે સમજૂતી સાધવાની નજીક છીએ, 14 દેશો પરનાં ટેરિફ નિર્ણય વચ્ચે ટ્રમ્પે કહ્યું

- દુનિયાના 14 દેશોને ટેરિફ સંબંધે ટ્રમ્પે પત્રો મોકલ્યા, ૧લી ઓગસ્ટથી કેટલો ટેરિફ લાગુ પડશે તે એ પત્રોમાં જણાવાયું

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેની વેપાર સમજૂતીમાં સંભવિત માર્ગ નીકળવાના સંકેતો આપતાં કહ્યું છે કે અમેરિકા, ભારત સાથે વેપાર સમજૂતી કરવાની નજીક પહોંચ્યું છે.

૧ ઓગસ્ટથી જાપાન, દ.કોરિયા, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ સહિત ૧૪ દેશો પર જે નવો ટેરિફ લદાવવાનો છે તે વિષે ટ્રમ્પે કહ્યું : આ સિવાયના જે દેશોને અમે મળ્યા તેઓની સાથે તો ટેરીફ વિષે સમજૂતી થવાની કોઈ શક્યતા હોય તેમ મને લાગતું નથી. જો કે અમે કોઇને અન્યાય કરવાના નથી.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના માનમાં યોજેલા ભોજન સમારંભ દરમિયાન તેઓએ પત્રકારોને કહ્યું હું તે નિર્ણયમાં ૧૦૦% તો અવિચલ રહેવાનો નથી. અમે, કેટલીક બાબતો જુદી રીતે અમલી કરવાના છીએ.

જે 14 દેશોને નવો ટેરિફ લાગુ કરવાનો છે તે આ પ્રમાણે છે 

દેશ

 

ટેરિફ  ટકા

દક્ષિણ કોરિયા

-

૨૫

જાપાન

-

૨૫

મ્યાનમાર

-

૪૦

લાઓસ

-

૪૦ (આ બંને દેશો ચીન તરફી છે)

દ.આફ્રિકા

-

૩૦

કાઝાખસ્તાન

-

૨૫ (કાઝાખસ્તાનને ચીન સાથે સરહદી વિવાદ છે)

મલેશિયા

-

૨૪ (દ.ચીન સમુદ્ર અંગે તેને ચીન સાથે વિવાદ છે)

ટયુનિશિયા

-

૨૫ (ભૂમધ્ય સમુદ્રમાં અહીં અમેરિકન થાણું છે)

ઇન્ડોનેશિયા

-

૩૨

બોસ્નીયા, હર્ઝગોવિના

-

૩૦

બાંગ્લાદેશ

-

૩૫ (બાંગ્લાદેશે ચીનને કોક્ષ બઝાર પાસે લશ્કરી થાણાની સલામતી આપી છે)

સર્બિય

-

૩૫ (સર્બિયા પ્રો. પુતિન છે)

કમ્બોડીયા

-

૩૬ (આ ચીનનું પાલતું રાષ્ટ્ર છે. ચીનનું જબ્બર થાણું છે)

થાઈલેન્ડ

-

૩૬ (ટેરિફ લાદવામાં આવ્યો છે કારણ હજી અકળ છે)