ઉકળતા પાણીમાં તરત જ ખતમ થઈ જાય છે કોરોના, રશિયન વૈજ્ઞાનિકોનો દાવો
મોસ્કો, તા.31 જુલાઈ 2020, શુક્રવાર
કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.જોકે વાયરસના ફેલાવા અંગે જાત જાતના દાવા થતા આવ્યા છે.
હવે રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમનુ કહેવુ છે કે, પાણીમાં કોરોના વાયરસ ખતમ થઈ જાય છે.આ સ્ટડી રશિયાના સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, પાણીમાં 72 કલાકની અંદર કોરોના વાયરસ લગભગ ખતમ થઈ જાય છે.રુમના સામાન્ય ટેમ્પરેચર જેટલુ તાપમાન ધરાવતા પાણીમાં 99.9 ટકા કોરોના વાયરસ મરી જાય છે.જ્યારે ઉકળતા પાણીમાં તો કોકરોના વાયરસ સંપૂર્ણ રીતે અને તરત જ મરી જાય છે.દરિયા અને તાજા પાણીમાં આ વાયરસ વધતો નથી.
સંશોધકોના કહેવા પ્રમાણે વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અને સિરામિક જે સપાટી પર 48 કલાક સક્રીય રહે છે.મોટાભાગના ઘરેલુ જંતુનાશક તેને ખતમ કરવા માટે સક્ષમ સાબિત થઈ રહ્યા છે.ઈથાઇલ અને આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ અડધી મિનિટમાં વાયરસના 1 કાલ કણોને મારી શકે છે.સેનિટાઈઝેશન માટે ક્લોરિન પણ અસરકારક પૂરવાર થઈ રહ્યુ છે.જેનાથી 30 સેકન્ડમાં વાયરસનો ખાતમો બોલી શકે છે.