World

વોશિંગ્ટન પોસ્ટનાં એક તૃતિયાંશ સ્ટાફને બરતરફ કરાશે

By GS TEAM
4 Feb 20262 mins read
વોશિંગ્ટન પોસ્ટનાં એક તૃતિયાંશ સ્ટાફને બરતરફ કરાશે


(પીટીઆઇ)     વોશિંગ્ટન, તા. ૪

ન્યૂઝ રૃમ સહિતના તમામ ડિપાર્ટમેન્ટમાં તેના એક તૃતિયાંશ સ્ટાફને કાઢવામાં આવી રહ્યો છે તેમ વોશિંગ્ટન પોસ્ટે એક નિવેદનમાં જણાવ્યું છે.

મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલા આ દૈનિકે મોટા પાયે છટણી શરૃ કરી દીધી છે. દૈનિક સ્પોર્ટ્સ વિભાગ બંધ કરવાનો અને વિદેશ સ્થિત પત્રકારોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયોની જાહેરાત બુધવારે એક્ઝિક્યુટીવ એડિટર મેટ મરેએ સ્ટાફ મિટિંગમાં કરી હતી. ન્યૂઝ રૃમના સ્ટાફ મેમ્બર્સને જણાવવામાં આવ્યું હતું કે તે ઇમેઇલ મોકલવામાં આવશે જેમાં જણાવવામાં આવશે કે તે વ્યકિતની ભૂમિકા ચાલુ રાખવામાં આવી છે કે નહીં.

મિટિંગમાં કુલ કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું ન હતું. તેમણે સ્ટાફ મેમ્બર્સને જણાવ્યું હતું કે અખબારનો પુસ્તક વિભાગ બંધ કરી દેવામાં આવશે અને તેના વોશિંગ્ટન એરિયા ન્યૂઝ ડિપાર્ટમેન્ટ અને એડિટિંગ સ્ટાફની પુનર્ગઠન કરવામાં આવશે.

તેનું પોસ્ટ રિપોર્ટ્સ પોડકાસ્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તેમણે સ્વીકાર કર્યો હતો કે આ છટણી સિસ્ટમ માટે એક આંચકા સમાન છે. જો કે તેમણે જણાવ્યું હતું કે  આ અખબારને એવું બનાવવાનો લક્ષ્યાંક છ જે ફરી આગળ વધી શકે અને સફળ બની શકે.

ઘણા સમયથી માનવામાં આવી રહ્યું હતું કે અખબારમાં મોટા પાયે છટણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૧૩થી વોશિંગ્ટન પોસ્ટના માલિક જેફ બેઝોસ છે. છેલ્લા કેટલાક સપ્તાહમા અખબારના સ્ટાફ સભ્યોએ ડાયરેક્ટ જેફ બેઝોસને અપીલ કરી હતી.