વડાપ્રધાન મોદી અને માલદીવના પ્રમુખ મુઈજ્જુની મંત્રણામાં ચીનનો ઉલ્લેખ કરાયો હતો ? : વિદેશ મંત્રાલયનો ગર્ભિત ઉત્તર

- હિન્દ મહાસાગરના હાર્દસમાન વિસ્તારમાં રહેલાં આ ટાપુરાષ્ટ્ર અંગે ચીનની ચાલબાજી ઉપર મોદી સુનામી ફરી વળ્યું : વિશ્લેષકો
માલે : માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણા દરમિયાન મુઈજ્જુએ સલામતીના પ્રશ્નો ઉપર સૌથી વધુ વજન મુક્યું હતું અને બંને વચ્ચે પારસ્પરિક સમજૂતી પ્રબળ કરવા ઉપર ભાર મુકાયો હતો. તેમ ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ જણાવ્યું હતું.
માલદીવમાં ચીનની ઉપસ્થિત અંગે પત્રકારોએ પૂછ્યું ત્યારે મિસરીએ કહ્યું : શુક્રવારે યોજાયેલી આ મંત્રણા દરમિયાન સૌથી વધુ ભાર માલદીવની સલામતી અને સુરક્ષા ઉપર મુકવામાં આવ્યો હતો. આ સાથે મિસરીએ તેમ પણ જણાવ્યું હતું કે બંને દેશોએ પરસ્પરની સલામતી સંસ્થાઓ વચ્ચે નિયમિત સંપર્ક ચાલુ રાખવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ રીતે તેઓએ ગર્ભિત રીતે જણાવ્યું કે, અત્યારે જો ચાયના માલદીવની વિદેશનીતિમાં એક તરફ મુકાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, મુઈજ્જુ પ્રમુખપદે ચૂંટાયા પછી સૌથી પહેલાં તેઓ ચીનની મુલાકાતે જ ગયા હતા. તે અંગે તેઓને ઘણો જ ઠંડો આવકાર મળ્યો હતો. ચીનના પ્રમુખ શી જિનપિંગ તો તેઓને મળ્યા જ ન હતા, પરંતુ જે અધિકારીઓ તેમને મળ્યા તેઓ નિમ્નકક્ષાના હતા. તે સમયે ચીનાઓ તે ટાપુરાષ્ટ્રમાં ઘૂસી ગયા હતા. ચીનની સેના ત્યાં શ્રીલંકાના ડમ્બરએટામાં સ્થાપેલાં લશ્કરી મથક જેવું મથક સ્થાપવાની હતા તેણે ત્યાં રહેલી ભારતીય સૈનિકોની (એક કંપનીથી પણ ઓછી સંખ્યાની) હકાલપટ્ટી પણ કરાવી દીધી હતી. બીજી તરફ ચીની અધિકારીઓ પહેલાં જિતાયેલા પરંતુ પછીથી ખંડીયા રાજ સાથે જેવો વર્તાવ કરાય તેવો વર્તાવ કરતા પ્રમુખ મુઈજ્જુને ઘણું જ અપમાન લાગ્યું હતું. તો બીજી તરફ તેઓ પત્ની સાથે ભારત આવ્યા ત્યારે તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી કેબિનેટના વરિષ્ઠો તેમાંય વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રીએ તેઓ સાથે મંત્રણા પણ કરી હતી. તેઓને ઉપરાષ્ટ્રપતિ પણ મળ્યા અને રાષ્ટ્રપતિ ભવનમાં તેઓનું પત્ની સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું તેઓ તેમનાં પત્ની સાથે તાજમહાલ જોવા ગયા ત્યારે ઉત્તર પ્રદેશના એક મંત્રી પણ તેઓની સાથે રહ્યા હતા અને તાજમહાલનો ઇતિહાસ જણાવ્યો હતો.
આમ એક બાજુ ભારતે કરેલાં ભારતમાં ભવ્ય સ્વાગત થયું હતું અને તે પણ ત્યાંથી ભારતીય પ્લેટૂનને દૂર કર્યા પછી. ભારતની આ ચેષ્ટાથી મુઈજ્જુ પ્રભાવિત થયા હતા ચીનને એક તરફ રાખી ભારત સાથે ગાઢ સંબંધો બાંધવા આતુર થયા તેવામાં ભારતે ૫,૦૦૦ કરોડની લોન આપી દેવું ચૂકવવામાં ઘણી મોટી રાહત આપી હતી. તે પૂર્વે ચીને તેની લેણી રકમ મેળવવા રીતસર દાદાગીરી જ કરી હતી. થાણું નાંખવા જણાવ્યું જે પછી શક્ય ન બન્યું છેવટે મોદીની આ (હજી સુધીની ત્રીજી મુલાકાત) મુલાકાતમાં સુનામીએ ચીનની રહીસહી અસર દૂર કરી છે તેમ વિશ્લેષકો કહે છે.









