Get The App

વોરેન બફેટના હાથ પર 381.3 અબજ ડોલરથી પણ વધુની જંગી રોકડ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
વોરેન બફેટના હાથ પર 381.3 અબજ ડોલરથી પણ વધુની જંગી રોકડ 1 - image

- વર્ષના અંતે સીઇઓ તરીકે બફેટની છ દાયકાની કારકિર્દી પૂરી થશે

- બર્કશેરને અમેરિકન અર્થતંત્રની પારાશીશી મનાય છે, તેનો નીચો વૃદ્ધિદર નબળી હાલતની સાબિતી 

ન્યૂયોર્ક: વિશ્વના અગ્રણી રોકાણકાર વોરેન બફેટની માલિકીની બર્કશેર હેથવે પાસે ૩૮૧.૩ અબજ ડોલરની જંગી રોકડે વિશ્વમાં કૂતુહલ જગાડયું છે. વોરેન બફેટ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે વિદાય લેવાના છે તે પૂર્વેના છેલ્લા નાણાકીય રિપોર્ટમાં આ વાત જણાવાઈ છે. બફેટ જ્યારે હાથ પર રોકડ રાખવા માંડે છે ત્યારે બજારની ભાષામાં એવો અર્થ થાય છે કે મંદી ડોકિયા કરી રહી છે. 

બજારમાં મંદીની પ્રબળ સંભાવના હોય ત્યારે જ તેમની કંપની બર્કશેર જંગી પ્રમાણમાં રોકડ હાથવગી રાખે છે

આ અગાઉ પણ મંદીનો પૂર્વ અંદેશો આવી ગયો ત્યારે જ બફેટે હાથ પર જંગી રોકડ રાખવા માંડી હતી. આ રીતે મંદીના સમયે તેમના પર હાથ પર રોકડ હતી ત્યારે જાણીતી કંપનીઓમાં અત્યંત નીચા ભાવે મોટાપાયા પર રોકાણ કરીને જંગી નફો રળ્યો હતો. હાલમાં બફેટ રોકાણ કરી રહ્યા નથી, પણ જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ મનાય છે. 

તેનો પુરાવો એ છે કે સળંગ બારમાં ક્વાર્ટરમાં વોરેન બફેટની કંપનીએ તેના ૨૮૩.૨ અબજ ડોલરના ઇક્વિટી પોર્ટફોલિયામાં ખરીદ્યા હતા તેના કરતાં વધુ શેર વેચ્યા હતા. તેમા એપલ અને અમેરિકન એક્સપ્રેસ બેન્કને જાળવી રાખવાનો સમાવેશ થાય છે. 

બર્કશેરે પોતાની પાસે હાલમાં છે તેવા કોઈપણ શેરની પુર્નખરીદી કરી નથી, છેલ્લા સળંગ પાંચ ક્વાર્ટરથી તેણે કોઈપણ પ્રકારનું બાયબેક કર્યું નથી. જો કે તેના શેરના ભાવ બ્રોડર માર્કેટની તુલનાએ પાછા પડયા છે. 

કંપનીનો નફો વિશ્લેષકોની આગાહી મુજબનો છે તો આવક બે ટકા વધી છે, જે અમેરિકન અર્થતંત્રના વૃદ્ધિદર કરતાં પણ ઓછી છે. જાણીતી વિશ્લેષકે જણાવ્યું હતું કે બર્કશેરને અમેરિકન અર્થતંત્રની પારાશીશી મનાય છે. તેથી તેનો નીચો વૃદ્ધિદર તે અમેરિકન ઇકોનોમી માટે ચિંતાજનક બાબત છે. રોકાણકારોને આ શેરમાં તેજી માટે કોઈ પરિબળ દેખાતું નથી. બફેર ૯૫ વર્ષના છે અને તે વર્ષના અંતે કંપનીના સીઇઓ તરીકેની છ દાયકાની કારકિર્દી પૂરી કરશે, પણ તે કંપનીના ચેરમેન તરીકે તો રહેશે જ. વાઇસ ચેરમેન ૬૩ વર્ષના ગ્રેગ અબેલ તેમનું સ્થાન સંભાળે તેમ મનાય છે.