World

દરેક મોરચે યુધ્ધ બંધ થવું જ જોઈએ : પ્રાદેશિક શાંતિ માટે તે અનિવાર્ય છે : ઇરાની ઉપ વિદેશ મંત્રી

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
ઇરાનના ઉપ વિદેશમંત્રી સઇદ ખતીબ ઝાદેહે બૈરૂતમાં તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની હાકલ કરી છે, જે પ્રાદેશિક શાંતિ માટે અનિવાર્ય છે. તેમણે ચેતવણી આપી કે એક વિસ્તારમાં યુદ્ધ ચાલુ રહે તો પણ તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ શકે છે. દરમિયાન, અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના એડમિરલ બ્રાડ કૂપરે જણાવ્યું કે નૌકાદળના ઘેરાને કારણે ઇરાન પ્રોક્સી-મિલિશિયાને પૈસા આપી શકતું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

દરેક મોરચે યુધ્ધ બંધ થવું જ જોઈએ : પ્રાદેશિક શાંતિ માટે તે અનિવાર્ય છે : ઇરાની ઉપ વિદેશ મંત્રી
  • નાકાબંધીથી ઇરાન પ્રોક્ષી-મિલિશિયાને પૈસા આપી શકતું નથી
  • એક પણ મોરચે યુધ્ધ ચાલુ હોય તો પણ તે સમગ્ર વિસ્તારમાં યુધ્ધ ચાલુ રાખી શકે : સઇદ ખતીબઝાદેહ

બૈરૂત (લેબેનોન) : ઇરાનના ઉપ વિદેશમંત્રી સઇદ ખતીબ ઝાદેહે તમામ મોરચે યુધ્ધ બંધ કરવાનું એલાન આપતાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક શાંતિ માટે તે અનિવાર્ય છે. સાથે ચેતવણી ઉચ્ચારી હતી કે, એક વિસ્તારમાં પણ યુધ્ધ ચાલુ રહે તો પણ તે સમગ્ર વિસ્તારમાં યુધ્ધ ચાલુ રાખી શકે.
લેબેનોન ટેલીવિઝન નેટવર્ક અલ-મયાદ્દીજને જણાવ્યું હતું કે, ઇરાન લેબેનોન - ઇઝરાયલ યુધ્ધ બંધ થાય તેમ ઇચ્છે છે.
આ પૂર્વે બુધવારે ઇરાનના કેટલાક વરિષ્ટ અધિકારીઓ બૈરૂત આવ્યા હતા અને લેબનીઝ અધિકારીઓ સાથે મંત્રણા પણ કરી હતી. તે મીટીંગમાં લેબેનોનના વડાપ્રધાન, નવાફ સલામ, સંસંદના અધ્યક્ષ નબીહ બેર્રી તથા વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. તેઓએ કહ્યું હતું કે, ઇઝરાયલે લેબેનોન અને લેવેન્ટ સાથે યુધ્ધ બંધ કરવું જ જોઈએ. તે બંને યુધ્ધો પરસ્પર સાથે સંકળાયેલા છે. આ સાથે ઇરાનના ઉપ વિદેશમંત્રીએ અમેરિકા અને ઇઝરાયલ ઉપર ઇસ્લામાબાદ મેમોરેન્ડમનો ભંગ કરવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, વોશિંગ્ટન અને તેલ-અવીવ બંને ઇસ્લામાબાદ મેમોરેન્ડમનો ભંગ કરી લેબેનોન અને ઇરાન ઉપર હુમલા કરતા જ રહે છે.
દરમિયાન અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ-કોમ)ના એડમિરલ બ્રાડ કૂપરે શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) જણાવ્યું હતું કે, નૌકાદળ ઘેરાને લીધે ઇરાન તેનું તેલ બહાર મોકલી શકતું નથી (વેચી શકતું નથી) તેથી તેને નાણાંકીય મુશ્કેલી ઉભી થઈ છે. પરિણામે તે તેની પ્રોક્ષી મિલિશિયા (પ્યાદા લડાયક જૂથો)ને નાણાં પહોંચાડી શકતું નથી. તેથી તે પ્યાદા લડાયક જૂથોની લડાયકતા ઉપર ઋણાત્મક અસર થઇ છે.