શકવર્તી ચૂંટણી સુધારાના ભાગરૂપે બ્રિટનમાં મતદારવય ઘટાડી 16 વર્ષની કરવામાં આવી

- કેટલાક વિચારકો કહે છે 'તેઓ પૂરા પરિપકવ નથી હોતા'
- આ રીતે યુવા વર્ગના હાથમાં વધુ સત્તા આપવાનો આરંભ થયો છે, આ યુવાનો ચૂંટણીઓમાં પહેલેથી જ વધુને વધુ સક્રિય બની રહ્યા છે
લંડન : બ્રિટિશ સરકાર આગામી સામાન્ય ચૂંટણીમા મતદારવય ઘટાડી ૧૬ની કરવા આયોજન કરી રહી છે. આ રીતે વિશ્વની સૌથી જૂની પાર્લામેન્ટરી સીસ્ટમમાં આમૂલ પરિવર્તન થઇ જશે. વડાપ્રધાન કેર સ્ટારમેરની સરકારે જણાવ્યું હતું કે ૧૬થી ૧૭ વર્ષના યુવાનો અને યુવતીઓને આ દ્વારા વધુ સત્તા હસ્તાંતરિત કરાવનો હેતુ છે. તે પૈકી ઘણાએ સેનામાં પણ કામગીરી બજાવી છે. આ નિયમો સ્કોટલેન્ડ તથા વેલ્સને પણ લાગુ પડશે.
બ્રિટનના આ સંભવિત ચૂંટણી સુધારા અંગે કેટલાક વિચારકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે ૧૬ વર્ષના જ યુવાનો કે યુવતીઓ હજી રાજકીય દ્રષ્ટિએ કે વ્યવહારૂ દ્રષ્ટિએ પણ પૂરો પરિપકવ નથી હોતા. તેઓ પ્રવાહમાં ખેંચાઈ જઇ શકે છે. માટે આ સુધારો યોગ્ય નથી.
જો કે આ સુધારો બ્રિટનનાં હાઉસ ઓફ કોમન્સમાંથી તેમજ અપર હાઉસ હાઉસ ઓફ લોર્ડઝમાંથી પસાર થવો અનિવાર્ય છે. સંભવ તે પણ છે કે તે હાઉસ ઓફ કોમન્સ (લોકસભા)માંથી પસાર થઇ શકે પરંતુ હાઉસ ઓફ લોર્ડઝમાંથી પસાર થવો મુશ્કેલ છે.









