રશિયા યુક્રેન શાંતિ મંત્રણામાં વ્લાદીમીર પુતિન પોતે ઉપસ્થિત ન રહ્યા : અન્ય વરિષ્ઠ અધિકારીઓ મોકલ્યા
- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કદાચ ઉપસ્થિત રહે તેવો સંભવ
- તુર્કેયવમાં 15મીએ યોજાયેલી મંત્રણા પર યુક્રેનની નજર આ મંત્રણા પછી ક્યાં પગલાં લેવાં તેનો નિર્ણય કરશે
મોસ્કો, નવી દિલ્હી : તુર્કયેવ (તુર્કી)માં આજે યોજાઈ રહેલી રશિયા યુક્રેન શાંતિ મંત્રણામાં રશિયાના પ્રમુખ પુતિન ઉપસ્થિત નથી રહ્યા. પોતાને બદલે તેઓએ વરિષ્ટ અધિકારીઓને મોકલ્યા છે.
ઉલ્લેખનીય તો તે છે કે આ મંત્રણા સફળ રહે તે માટે અમેરિકાના પ્રમુખ પુતિન પણ આવી પહોંચ્યા હતા.
પ્રમુખ પુતિન તો સ્વયં ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ તેઓએ રશિયન પ્રતિનિધિ મંડળમાં વ્લાદીમીર મેડીન્સ્કી, નાયબ વિદેશ મંત્રી મિસાઇલ ગાલુઝિન, નાયબ સંરક્ષણ મંત્રી, એલેકઝાંડર ફોમિન અને રશિયન આર્મ્ડ ફોર્સીસની મેઇન ડીરેકટરેસના વડા ઇગોર કોસ્યુકોવને મોકલ્યા હતા. ઉપરાંત ફર્સ્ટ ડેપ્યુટી હેડ ઓફ ધ જનરલ સ્ટાફ ઇર્ન્ફમેશન ડીપાર્ટમેન્ટ ડેપ્યુટી હેડ ઓફ પ્રેસિડેન્શ્યલ ડીરેકરટરેટ ફોર હ્યુમેનિટેરિયન પોલીસી એલેક્સી એલેક્સી પોલિચ્યુક અને ડીફેન્સ મીનિસ્ટ્રીનો ઇન્ટરનેશનલ મિલીટરી કો-ઓપરેશનની ડીરેકટરોના ડેપ્યુટી હેડ, વિક્ટર શેવત્સોવ પણ છે. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વ્લાદીમીર મેડીન્સ્કી કરે છે.
રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા તાસ જણાવે છે કે ક્રેમિલન એઇડ યુટી ઉષાકોલે નિશ્ચિત રીતે જણાવ્યું હતું કે ૧૫મી તારીખ અને ગુરુવારથી મંત્રણા શરૂ થશે જ.
વાસ્તવમાં પ્રમુખ પુતિન જ મેની ૧૧મીએ બિનશરતીય મંત્રણા માટે પ્રમુખ ઝેલેન્સ્કીને આમંત્રણ મોકલ્યું હતું.
આ મંત્રણામાં કેટલાક ટેકનિકલ અને પોલિટિકલ મુદ્દાઓ ચર્ચવામાં આવી રહ્યા છે.
આ અંગે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મંત્રણા પૂર્વ જ રશિયાના ઇરાદાઓ અંગે શંકા દર્શાવી હતી. તેમ છતાં કહ્યું હતું કે યુક્રેન પરિસ્થિતિ ઉપર નજર રાખે છે અને રશિયા પ્રતિનિધિ મંડળમાં કોને મોકલે છે તે જોઈ રહ્યું છે. પરંતુ રશિયા તરફથી મળતા સંકેતો વિશ્વસનીય નથી.
નિરીક્ષકો કહે છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિ ધ્યાનાર્ષક છે. તેઓ કોઈ પણ ભોગે આ યુદ્ધ અટકાવવા આતુર છે જેથી અમેરિકા મધ્ય પૂર્વમાં (આરબ-ઇઝરાયલ-સંઘર્ષમાં) અને પૂર્વમાં ચાયના - તાઈવાન તંગદિલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે.