નવી દિલ્હી, તા. 6 જુલાઇ 2022,બુધવાર
ભારત સૌથી સસ્તી અને સારી એરલાઈન્સ ગણાતી સ્પાઈસજેટ સુરક્ષાના કારણે ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. સ્પાઈસજેટની ફ્લાઈટમાં છેલ્લા બે મહિનામાં 8 ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ હતી. તો હવે વધુ એક કંપનીના વિમાનનું એન્જીન ફેલ થયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગકોકથી દિલ્હી પરત ફરી રહેલી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ નંબર Flt UK-122 માં એન્જીન ફેલ થયુ હતુ. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર બેંગકોકથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા સમયે એન્જીનમાં ટેક્નિકલ ખામી આવતા એકજ એન્જીનના સહારે પ્લેન લેંડ થયુ હતુ.
આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં આવી 8 ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે સ્પાઇસજેટને બુધવારે જ નોટિસ આપીને જવાબ આપવા જણાવ્યું છે.
|
તારીખ |
ઘટના |
|
|
|
|
1 મે |
મુંબઇથી
પશ્વિમ બંગાળના દુર્ગાપુર જઇ રહેલી B737 ફ્લાઇટ તોફાનમાં ફસાઇ જતા 40 મુસાફરો ઘાયલ થયા
હતા. દુર્ગાપુર સ્થિત કાજી નજરુલ ઇસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું
હતુ. |
|
3 મે |
સ્પાઈજેટની
મુંબઈથી કિશનગઢ જતી Bombardier
Dash 8 - Q400 એરક્રાફ્ટની
ફ્લાઈટ SG 2871ને ટેક્નિકલ ખામીને પગલે ટેકઓફની મંજૂરી ન મળતા
રદ્દ કરવાની ફરજ પડી છે. બાદમાં મુસાફરોને અન્ય એક એરક્રાફટ થકી 3.15એ મોકલવામાં
આવ્યા હતા. |
|
3 મે |
3જી
મેના જ વધુ એક કિસ્સામાં સ્પાઈસ જેટની ચેન્નઈથી દુર્ગાપુર માટે ઉપડતી SG 331ને એન્જિન બંધ
થવાને કારણે ટેક-ઓફના એક કલાક પછી પાછા ચેન્નાઈ પરત ફરવું પડ્યું હતું. આ એરક્રાફ્ટ બોઇંગ
737 મેક્સ હતુ. |
|
28 મે |
સ્પાઇસજેટ
બોઇંગ 737 એરક્રાફ્ટની SG-385 મુંબઈથી
ગોરખપુર જવા રવાના થયાના થોડા જ ક્ષણોમાં વિન્ડશિલ્ડની બહારની તરફ તિરાડ જોવા મળતા પ્લેનને
મુંબઈ પરત કરવાનો નિર્ણય લીધો હતો |
|
19 જુન |
પટનાથી
દિલ્હી જઇ રહેલી
SG-3724
સ્પાઇસ જેટની ફ્લાઇટને બર્ડ હિટ અને બાદમાં એન્જિનમાં આગ લાગવાના કારણે પટના
એરપોર્ટ પર જ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. |
|
2 જુલાઇ |
દિલ્હીથી
જબલપુર જઈ રહેલા ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ વિમાન જ્યારે 5,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું
ત્યારે પાયલોટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વિમાનને દિલ્હી
એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. |
|
5 જુલાઇ |
દિલ્હીથી
દુબઈ જતી સ્પાઈસજેટ SG-11
ફ્લાઈટમાં
ટેક્નિકલ ખામી સર્જાયા બાદ કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં
સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. |
|
5 જુલાઈ |
વરસાદ
અને ભારે હવાના દબાણને કારણે મુંબઈ એરપોર્ટ લેન્ડ થઈ રહેલ કંડલાથી આવતા Spicejetની ફ્લાઈટ SG 3324માં Q400 એરફ્રકાટના
વિન્ડશિલ્ડ પેનમાં હવામાં જ તિરાડ પડી છે. જોકે પાઈલોટની સતર્કતાને કારણે
વિમાનનું મુંબઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ શક્યું છે. |
|
6 જુલાઇ |
બેંગકોકથી દિલ્હી પરત ફરી રહેલી વિસ્તારા
એરલાઇન્સની ફ્લાઇટ નંબર Flt UK-122 માં એન્જીન ફેલ થયુ
હતુ. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત |


