For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

48,500 વર્ષથી સાયબેરિયાના બરફમાં દબાયેલાં વાયરસ પુનર્જિવિત કરાયા : એકનું નામ 'મેગા- વાયરસ' રખાયું

Updated: Nov 24th, 2022

Article Content Image

- આ વાયરસ તે યુગના છે કે જ્યારે ત્યાં હાથીઓના પૂર્વજ 'મેમથ' ઘૂમતા હતા : તે સમય હિમયુગનો હતો

ક્રાસ્નોયાર્કસ : હીમયુગના સમયથી સાઇબેરિયાના 'મર્મા-ફ્રોસ્ટ' બરફમાં કેટલાયે વાયરસ દબાયેલા છે તેમાંથી કેટલાકને વિજ્ઞાાનીઓએ પુનર્જિવિત કર્યા છે. આ રીસર્ચ રિસ્કી તો છે જ, પરંતુ જરૂરી પણ છે. કારણ કે, ગ્લોબલ- વૉર્મિંગને લીધે બરફ ઓગળે છે, તેથી કોઈ દિવસે અચાનક જ વાયરસનું સંક્રમણ પ્રસરી જાય તો ભારે ખતરો ઉભો થઈ જાય તેથી પહેલેથી જ તે ખતરા સામે ઉપાય શોધવા વિજ્ઞાાનીઓ પ્રયાસ કરી રહ્યા છે. જેથી બચાવ થઈ શકે.

આ વાયરસ અંગે એક પેપર પણ રજૂ કરાયેલો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, સાઇબેરિયાના દૂરના પૂર્વના પ્રદેશના થર્મા-ફ્રોસ્ટમાંથી પાંચ અલગ અલગ પ્રજાતિઓના ૧૩ વાયરસ મળી આવ્યા છે તેના સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી કેટલાંક તો ૪૮,૫૦૦ વર્ષ જેટલા પ્રાચીન છે. ત્યારથી તે બરફમાં દબાયેલા હતા હવે તેમને 'જગાડવામાં' આવ્યા છે.

તે પૈકીના ત્રણ પ્રકારના વાયરસની વય ૨૭ હજાર વર્ષની છે તે મેમથના ઢાળમાંથી મળી આવ્યા છે. તે મેમથા વાળ સાથે પણ ચોંટેલા હતા બરફમાં 'ડોર્મન્ટ' પડી રહ્યા હતા તેનું નામ મેગા વાયરસ મેમથ પિથો-વાયરના મેમથ અને પેન્ડોરાવાયરસ મેમથ તેવાં આપવામાં આવ્યા છે. આ પૂર્વે સાઇબેરિયામાં બરફ નીચે દબાયેલા વરૂના પેટમાંથી પણ બે નવા વાયરસ મળી આવ્યા છે તેમાં એકનું નામ છે પેક-મેન- વાયરસ લુપુસ બીજાનું નામ છે. પેન્ડોરા વાયરસ લુપુસ.

આ વાયરસ એક કોષીય જીવ અમીબાને તો સંક્રમિત કરે છે પરંતુ યોગ્ય વાતાવરણ મળે તો ખતરનાક પેનોજન બની શકે તેમ છે. એટલે કે ભવિષ્યમાં મહામારી પ્રસારી શકે છે.

આ પૂર્વે ફ્રાંસની એક્સ માર્સીલ યુનિવર્સિટીએ સાઇબેરિયામાં ૩૦ હજાર વર્ષ પહેલાં વાયરસ શોધી કાઢ્યા હતા. આ બધાં માનવને ઝડપથી સંક્રમિત કરે છે તેથી પહેલેથી જ તેનો ઉપાય શોધવામાં આવે તે આ શોધનો હેતુ છે.

Gujarat