- એક પુલ તો તણખલાંની જેમ તણાઈ ગયો
- સત્તાવાર મૃત્યુઆંક 41નો જણાવે છે, પરંતુ અનેક તણાઈ ગયાં હોવાની પૂરેપૂરી શક્યતા : લોકપ્રિય ટુરિસ્ટ સ્થળો જળમગ્ન બની રહ્યાં
નવીદિલ્હી : દક્ષિણ-પૂર્વ એશિયાનાં રાષ્ટ્ર વિયેતનામમાં છેલ્લાં છ દિવસથી ચાલી રહેલી અનરાધાર વર્ષાએ ભારે તબાહી મચાવી દીધી છે. મહાનદી પેકૉંગ અને તેથી તમામ ચાખા નદીઓ અને અન્ય નદીઓમાં પ્રચંડ પૂરો આવ્યાં છે. વિયેતનામના મધ્યભાગમાં આવેલા જિયાલાઈ અને ડાકલાક પ્રાંતો તો લગભગ પૂર્ણત: જળબંબાકાર બની ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. શહેરો અને ગામોમાં હોડીઓ ફરી રહી છે. તે હોડીઓમાંથી ઉતરી બચાવ કર્મીઓએ ઉપરની છત તોડી નીચે દોરડાં નાખી, ઘરોમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
રવિવારથી શરૂ થયેલી આ અનરાધાર વર્ષાએ છ પ્રાંતોમાં વિનાશ વેરી નાખ્યો છે, તેમાં કુલ મળી ૪૧ લોકો તણાઈ ગયા હોવાનું સત્તાવાર સાધનો જણાવે છે. પરંતુ સાથે તે પણ કબૂલે છે કે મૃત્યુઆંક વાસ્તવમાં ઘણો વધુ હશે. તેથી અન્ય લોકોની શોધ ચાલી રહી છે.
૫૨૦૦૦થી વધુ ઘરો પૂરગ્રસ્ત બન્યાં છે. ૬૨,૦૦૦ લોકોને ઘરોમાંથી બહાર કઢાયાં છે. મુખ્ય માર્ગો તો નદીઓ બની ગયા છે. ભૂસ્ખલનને લીધે ઘણા માર્ગો તદ્દન બ્લોક થઈ ગયા છે. અસંખ્ય ઘરો વીજળી વિનાનાં રહ્યાં છે.
વિયેતનામના સમુદ્ર તટીય ટૂરિસ્ટ સ્પોટ પણ તબાહ થઈ જતાં બંધ કરાયાં છે.
ન્હા-ટ્રાંગ શહેર તો લગભગ સરોવરમાં પલટાઈ ગયું છે. આ શહેર ઉપરાંત ઉત્તરના પાટનગર હો-અ-મિન્ટ સીટી અને દક્ષિણનાં સાયગોન સહિત અનેક શહેરોમાં વાહનો ડૂબી ગયાં છે.
લામ ડોંગ પ્રાંતમાં, દા'ન્હીમ નદી પરનું જળવિદ્યુત મથક નદીના પ્રવાહને લીધે ભયગ્રસ્ત થતાં તેમાંથી જળપ્રવાહ વહેતો મુકાયો હતો. એક તરફ ભારે વર્ષાને લીધે નદીમાં પૂર તો હતું જ તેમાંથી જળપ્રવાહ વધતાં નદી ઉપરનો સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ) તણખલાંની જેમ તણાઈ ગયો હતો.


