World

VIDEO : જમીન નીચે ઈરાનનો ઘાતક ડ્રોન અને મિસાઈલનો ભંડાર, અમેરિકા-ઈઝરાયલ પણ વિચારતાં થઈ જશે!

By GS TEAM
14 Mar 20263 mins read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે લાંબા સમય સુધી ચાલુ રહેશે, જમીન નીચે ઈરાનની મિસાઈલ સિટી જોઈને તો એવું જ લાગી રહ્યું છે. ઈરાનની અંડર ગ્રાઉન્ડ મિસાઈલ સિટી જોઈને અમેરિકા-ઈઝરાયલ પણ વિચારતા થઈ જશે. ઈરાનની સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે અમારી પાસે આત્મઘાતી ડ્રોન અને મિસાઈલનો મોટો ભંડાર છે, જે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં તહેનાત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીંથી પસાર થતા જહાજો માટે ખતરો વધી જશે. ઈરાનના સરકારી ટેલિવિઝને અંડર ગ્રાઉન્ડ એરિયાની અંદર ફિલ્માવવામાં આવેલા ફૂટેજ જારી કર્યા છે, જેને અધિકારીઓ 'મિસાઈલ સિટી' જણાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : જમીન નીચે ઈરાનનો ઘાતક ડ્રોન અને મિસાઈલનો ભંડાર, અમેરિકા-ઈઝરાયલ પણ વિચારતાં થઈ જશે!

Iran Missile City: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે લાંબા સમય સુધી ચાલુ રહેશે, જમીન નીચે ઈરાનની મિસાઈલ સિટી જોઈને તો એવું જ લાગી રહ્યું છે. ઈરાનની અંડર ગ્રાઉન્ડ મિસાઈલ સિટી જોઈને અમેરિકા-ઈઝરાયલ પણ વિચારતા થઈ જશે. ઈરાનની સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે અમારી પાસે આત્મઘાતી ડ્રોન અને મિસાઈલનો મોટો ભંડાર છે, જે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં તહેનાત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીંથી પસાર થતા જહાજો માટે ખતરો વધી જશે. ઈરાનના સરકારી ટેલિવિઝને અંડર ગ્રાઉન્ડ એરિયાની અંદર ફિલ્માવવામાં આવેલા ફૂટેજ જારી કર્યા છે, જેને અધિકારીઓ 'મિસાઈલ સિટી' જણાવી રહ્યા છે.

ઈરાનની મિસાઈલ સિટી

ઈરાની સૈન્ય દ્વારા જારી કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં નૌકાદળના ડ્રોન, એન્ટી શિપ મિસાઈલો અને દરિયાઈ ખાણોથી ભરેલી લાંબી ટનલ દેખાઈ રહી છે. ફૂટેજમાં કેટલાક હથિયારો છોડવામાં આવતા હોય તેવું પણ દેખાય છે. જો કે, આ રેકોર્ડિંગ ક્યારે કરવામાં આવ્યા હતા તે હજું સ્પષ્ટ નથી. શું ત્યારથી યુએસ કે ઈઝરાયલી સેનાએ આ સ્થળ પર હુમલો કર્યો છે કે નહીં? એક તસવીરમાં ટનલ દેખાઈ રહી છે, જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના ફોટા નીચે ટ્રેલર પર નૌકાદળનું ડ્રોન લગાવેલું છે.



ઈરાની નૌકાદળના ડ્રોન જેને માનવરહિત સપાટી વાહનો અથવા યૂએસવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પર્સિયન ગલ્ફમાં બે તેલ ટેન્કરો પર હુમલો કરી ચૂક્યો છે કારણ કે તેઓ હોર્મુઝની સાંકડી સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ નાના યૂએસવી પાણીની સપાટી પર અથવા તેની નીચે ચાલે છે. તેમાં વિસ્ફોટક હોય છે અને ટક્કર થતાં જ વિસ્ફોટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને ટ્રેક કરવાનું અત્યંત મુશ્કેલ બને છે. આ નાના યૂએસવી અમેરિકા માટે મોટી મુશ્કેલી બની શકે છે.  1 માર્ચના રોજ માર્શલ ટાપુઓમાં નોંધાયેલા એક ક્રૂડ ઓઈલ ટેન્કર MKD VYOM પર ઓમાનના દરિયાકાંઠે 44 નોટિકલ માઈલ દૂર હુમલો કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સીના અહેવાલ પ્રમાણા એક માનવરહિત સરફેસ વેસલ (USV - ડ્રોન બોટ) દ્વારા જહાજની વોટરલાઇન (પાણીની સપાટી) ના બરાબર ઉપરના ભાગે પ્રહાર કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે જહાજના એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ દુર્ઘટનામાં કમનસીબે ક્રૂના એક સભ્યનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ જ, અન્ય એક હુમલામાં બહામાસના ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર 'સોનાંગોલ નામિબે' (Sonangol Namibe)ને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલો ઈરાકના ખોર અલ ઝુબેર બંદર પાસે થયો હતો. 

યુક્રેન પણ આવા જ ડ્રોનનો હુમલો કરી રહ્યું છે

ઈરાન દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોમાં એક નાની સ્પીડબોટ જેવી વસ્તુ ટેન્કર તરફ ઝડપથી આવતી દેખાઈ રહી છે, જે તેની બાજુમાં અથડાઈ છે અને જોરદાર વિસ્ફોટ થાય છે, જેના કારણે હવામાં ધુમાડો ફેલાય જાય છે. દરિયાઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના વર્તમાન સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી ગલ્ફ ક્ષેત્રમાં તેલ ટેન્કરો પર ઓછામાં ઓછા બે હુમલાઓમાં નૌકાદળના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા ડ્રોન હુમલા યુક્રેન દ્વારા રશિયન સેના સામે અને ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓ દ્વારા લાલ સમુદ્રમાં જહાજો પર કરવામાં આવે છે, જે ખૂબ સફળ રહ્યા છે. 

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટથી તેલ પુરવઠો અટકાવવાની ધમકી આપી છે, જે વૈશ્વિક તેલ પુરવઠાનો પાંચમો ભાગ વહન કરે છે. દેશના અધિકારીઓએ કહ્યું છે કે બુધવારે તેના દળોએ વેપારી જહાજો પર હુમલો કર્યા બાદ સ્ટ્રેટથી પરિવહન લગભગ ઠપ થઈ ગયું છે, વિશ્વએ તેલની કિંમતોના 200 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચવા માટે તૈયાર રહેવું જોઈએ.