VIDEO: 'તમે સરહદ પાર આતંકવાદ ક્યારે રોકશો?', ભારતીય પત્રકારના સવાલથી ચોંકી ગયા પાક. PM
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan PM Statement: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આતંકવાદીઓની કથપૂતળી બની ગયા છે. થોડુ ઘણું બાકી રહ્યું હતું તે અસીમ મુનીરે પૂરું કરી દીધું છે. તેઓ દરેક જગ્યાએ અસીમ મુનીરને સાથે લઈને ફરે છે. તેઓ ન તો ઓપરેશન સિંદૂરમાં તેમની સેનાની હાર સ્વીકારે છે અને ન તો તેમના દેશમાં બેઠેલા આતંકવાદીઓના નામ લે છે. હાલમાં જ જ્યારે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે ટ્રમ્પે શાહબાઝ અને તેમના પ્રિય મુનીરને બેઠક પહેલા અડધા કલાકથી વધુ સમય માટે તેમની ઓફિસમાં રાહ જોવી પડી હતી. જેની પાકિસ્તાનમાં વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ હતી. ત્યારે હવે એક નવો વીડિયો સામે આવ્યો છે.
આતંકવાદ પર શાહબાઝ શરીફે આપ્યો જવાબ
યુએનમાં ભાષણ આપવા જતા શાહબાઝ શરીફે ભારતીય પત્રકારે આતંકવાદ પર પૂછેલા સવાલનો જવાબ આપ્યો હતો. શાહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચર્ચાના ચોથા દિવસના ભાષણોમાં ભાગ લેવા માટે શુક્રવારે યુએન મુખ્યાલય પહોંચ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર પ્રવેશતા જ ANIએ પાકિસ્તાની વડાપ્રધાનને પૂછ્યું કે, 'તમે સરહદ પાર આતંકવાદ ક્યારે બંધ કરશો?' આ સવાલ સાંભળીને શરીફ ચોંકી ઉઠ્યા હતા. થોડીવાર પછી શરીફે કહ્યું કે, 'અમે સરહદ પાર આતંકવાદને હરાવી રહ્યા છીએ. અમે તેમને હરાવી રહ્યા છીએ.' પરંતુ ANI દ્વારા ફરી આ પ્રશ્ન પર વધુ દબાણ કરતા કહ્યું, 'પાકિસ્તાનના વડાપ્રધાન... ભારત તમને હરાવી રહ્યું છે.' જો કે, પછી તેમણે ANIના આ પ્રશ્નનો જવાબ ન આપ્યો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં હાજરી આપવા ચાલતી પકડી હતી.
યુએનમાં આતંકવાદ પર મૌન રહ્યા
પાકિસ્તાની વડાપ્રધાને થોડા સમય પછી પોતાના ભાષણમાં શેખ ચિલીની જેમ ઓપરેશન સિંદૂર વિશે 'મુંગેરીલાલ' વાળો દાવા કર્યા હતો. આતંકવાદ પર તેઓ એક પણ શબ્દ ન બોલ્યા. શરીફે સાબિત કર્યું કે, આતંકવાદ સામે કાર્યવાહી કરવાની તો વાત જ દૂર રહી, પરંતુ તેમને સ્ટેજ પર ઊભા રહીને બોલવાની પણ હિંમત નથી. તેઓ ભારત વિરુદ્ધ ફક્ત ઝેર ઓંકી શકે છે. જેથી તેમને સૈન્યનો ટેકો મળતો રહે અને પાકિસ્તાની જનતાનું ધ્યાન ભટકાવતા રહે.
આ પણ વાંચો: અમેરિકા ભારતનું ટેન્શન વધારશે! પાકિસ્તાનને 16 નવા ખતરનાક ફાઈટર 'ગિફ્ટ' કરવાની તૈયારી
ભારત પર કેન્દ્રિત રહ્યું શરીફનું ભાષણ
યુએનમાં શાહબાઝ શરીફે તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'વિશ્વમાં કોઈપણ ધર્મ અથવા વ્યક્તિ વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને હિંસાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. નફરત આધારિત વિચારધારાઓ જેવા ભારતના હિન્દુત્વ ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે અને વિશ્વ માટે ખતરો પેદા કરે છે.'








