Venezuela News : વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અને પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશમાં ગંભીર રાજકીય સંકટ ઉભું થયું છે. અમેરિકાના સેના પ્રમુખ માદુરો અને તેમના પત્નીને કારાકાસથી ન્યૂયોર્ક લઈ ગઈ છે, જેના પછી સૌથી મોટો સવાલ એ ઉભો થયો હતો કે વેનેઝુએલાની સત્તા હવે કોણ સંભાળશે? આ સંકટનો ઉકેલ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યો છે.
ઉપપ્રમુખ બન્યા વચગાળાના પ્રમુખ
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અનુસાર, દેશમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ સત્તા સંભાળશે.
કોર્ટે શું કહ્યું?
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, "દેશમાં વહીવટી સાતત્ય અને રાષ્ટ્રની વ્યાપક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાના બોલિવેરિયન ગણરાજ્યના પ્રમુખનું પદ સંભાળશે."


