- દેવોસમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું : માદુરોની ધરપકડ સમયે અમેરિકા સૈનિકોએ સિક્રેટ-સોનિક-વેપનનો ઉપયોગ કર્યો હતો : પરંતુ તેથી વધુ કશું કહ્યું નહીં
દેવોસ : વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ વખતે અમેરિકાના સૈનિકોએ 'સિક્રેટ-સોનિક' વેપનનો ઉપયોગ કર્યો હતો, તેમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કેટી-પાવલિય-ટુનાઈટ નામના એક ટીવી કાર્યક્રમમાં આપેલી મુલાકાતમાં કહ્યું હતું. પરંતુ તેથી વધુ કશું કહેવાનો તેમણે ઈનકાર કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકન આર્મીની તાકાતની પ્રશંસા પણ કરી હતી, અને કહ્યું હતું કે અમેરિકન સૈન્યે ઉપયોગમાં લીધેલું તે શસ્ત્ર એક માત્ર વિશિષ્ટ શસ્ત્ર છે. બીજા કોઈને તેની માહિતી નથી. આ સાથે તેમણે માદુરો ઉપર કરાયેલા હુમલાને એક આશ્ચર્યજનક હુમલો કહ્યો હતો.
આ અતિગુપ્ત રખાયેલાં શસ્ત્ર અંગે વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટેવે કહ્યું હતું કે, તે હુમલા સમયે જે સંયંત્રનો ઉપયોગ કરાયો હતો તેથી વેનેઝુએલાના સૈનિકોને લોહીની ઉલટીઓ થઈ હતી અને નાકમાંથી લોહી વહી રહ્યું હતું. (નસ્કોરી ફૂટી હતી.) તેમ માદુરોના જ એક રક્ષકે પોતે નજરે જોયેલો અહેવાલ જણાવ્યો હતો. તે ગાર્ડઝને તીવ્ર શારીરિક તાણ આવવા લાગી હતી, તેથી કેટલાંક તો જમીન ઉપર ઢળી પડયા હતા. તેમાં તીવ્ર ધ્વનીનો ઉપયોગ કરાયો હતો. એક સૈનિકે તો કહ્યું હતું કે મારાં આંતરડાં ફાટી જશે તેવું મને લાગતું હતું. અનેક સોલ્જર્સને રક્ત સ્ત્રાવ શરૂ થઈ ગયો હતો, અનેક તો ઉભા રહી શક્યા ન હતા.
આ સોનિક વેપન્સ તીવ્ર ધ્વનિ તરંગો ઉપસ્થિત કરે છે તેથી શક્તિહીન થઈ જાય છે થોડી અસર થઈ હોય તો માથું દુ:ખે છે, કન્ફયુઝન થઈ જાય છે. સ્થિર રહી શકાતું નથી. બહેરાશ આવે છે.
આ શસ્ત્રો પ્રતિબંધિત પણ નથી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે પ્રતિબંધિત કરવાં પડશે.


