Venezuela crisis : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા છે. જે બાદ હવે વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં તણાવ વધી રહ્યો છે. સોમવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા. સુરક્ષાદળોએ અજ્ઞાત ડ્રોન પર ગોળી મારી. જે બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
મીડિયા અહેવાલ અનુસાર આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ઠપ થઈ હતી. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી બાદ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
ડેલ્સી રોડ્રીગ્ઝ નવા પ્રમુખ
નોંધનીય છે કે માદુરોને કેદ કરી લેવાયા છે. ત્યારે વાઈસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રીગ્ઝ હવે વેનેઝુએલાની કમાન સંભાળશે. તેમણે વચગાળાના પ્રમુખ તરીકે શપથ પણ લઈ લીધા છે. તેમની શપથવિધિના થોડા કલાક બાદ જ રાષ્ટ્રપતિ ભવન પાસે ડ્રોન જોવા મળ્યા હતા.


