Get The App

રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા

Updated: Jun 25th, 2026

GS TEAM

Google News
Google News
રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા 1 - image

- ટ્રમ્પે વાન્સની વાત હસીને ટાળી દીધી હતી

- પીએમ મોદીને હું ઓળખું છું, ભારતીય નેતૃત્વ ક્યારેય રશિયામાં તેના સૈનિક મોકલવા તૈયાર નહીં થાય: ટ્રમ્પ

- ટ્રમ્પના શાસન પર મંગળવારે જ પ્રકાશિત થયેલા પુસ્તક રિજીમ ચેન્જમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો

વોશિંગ્ટન : અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ માટે એક શાંતિ યોજના રજૂ કરી હતી. તેઓ તેમા ભારતીય સૈનિકોને સમાવવાનું આયોજન ધરાવતા હતા. વાન્સે જાન્યુઆરી ૨૦૨૫માં ઓવલ ઓફિસ મીટિંગમાં ટ્રમ્પની સમક્ષ આ સૂચન કર્યુ હતુ. આ સૂચનને ટ્રમ્પે એમ કહીને ફગાવી દીધું હતું કે ભારતીય નેતૃત્વ ક્યારેય આ માટે રાજી નહીં થાય. 

 આ બેઠક ટ્રમ્પ પ્રમુખ બન્યાના ૧૦ દિવસ પછી ૩૦ જાન્યુઆરીના રોજ થઈ હતી. તેનો ખુલાસો હાલમાં છપાયેલા પુસ્તક રિજિમ ચેન્જમાં થયો છે. 

મેગી હેબરમેન અને જોનાથન સ્વાને લખેલા આ પુસ્તક રિજિમ ચેન્જ: ઇનસાઇડ ધ ઇમ્પીરિયલ પ્રેસિડન્સી ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ નામનું પુસ્તક મંગળવારે બજારમાઁ આવ્યું છે.

આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન લશ્કરના નિવૃત્ત જનરલ લેફ્ટનન્ટ જનરલ કીથ કેલોગે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઓવલ ઓફિસમાં બેેઠક કરી હતી. ટ્રમ્પે કેલોગને રશિયા-યુક્રેન માટે ખાસ દૂત તરીકે નીમ્યા હતા. આ બેઠકનો હેતુ તે નક્કી કરવાનો હતો કે યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં અમેરિકાની શું ભૂમિકા હોવી જોઈએ. 

આ બેઠકમાં ટ્રમ્પ ઉપરાંત જેડી વાન્સ,વિદેશપ્રધાન માર્ક રૂબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને નાણાપ્રધાન સ્કોટ બેસન્ટ સામેલ હતા. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે લેફટનન્ટ જનરલ કેલોગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા રશિયાના કબ્જાવાળા યુક્રેનના વિસ્તારો પર રશિયાના દાવાને માન્યતા નહીં આપે, પરંતુ તેની સાથે એમ પણ કહેવાયું હતું કે યુક્રેન લશ્કરી કાર્યવાહી દ્વારા તેને મેળવવાનો પ્રયત્ન નહીં કરે. આ યોજનામાં યુદ્ધવિરામ પર નજર રાખવા ફ્રાન્સ, બ્રિટન અને હોલેન્ડની શાંતિ સેના યુક્રેનમાં ગોઠવવાની વાત હતી. 

વાન્સે નાટોના સભ્ય દેશોના સૈનિકોને પણ યુક્રેન મોકલવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેનાથી તેમને રશિયન પ્રમુખ પુતિન ભડકી ઉઠી તેવો ડર લાગ્યો હતો. વાન્સે પૂછ્યું હતું કે શું બીજા દેશોના સૈનિકો છે જે આ કામ કરી શકે છે. 

વાન્સના આ સવાલ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે યુરોપના બહારના દેશોની મદદ મેળવાય તો ઘણુ સારું રહેશે. વાન્સે સાઉદી અરબ કે ભારતનું સૂચન કર્યુ. ટ્રમ્પે તેને હસીને ટાળી દીધુ. તેમણે જણાવ્યું હતું કે ભારતીયો ક્યારેય આવું નહીં કરે. પીએમ મોદી સાથે મારા સારા સંબંધ છે, પરંતુ ભારતીય કોઈપણ આવી ચીજ માટે કિંમત નહીં ચૂકવે.