Get The App

ઇમરાન ખાનની પત્ની વિરૂધ્ધ ટીપ્પણી કરનાર મહિલા ધારાસભ્યની હકાલપટ્ટી

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
ઇમરાન ખાનની પત્ની વિરૂધ્ધ ટીપ્પણી કરનાર મહિલા ધારાસભ્યની હકાલપટ્ટી 1 - image

ઇસ્લામાબાદ, 5 જુલાઇ 2020 રવિવાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તા તહેરીક-એ-ઈન્સાફના મહિલા ધારાસભ્ય ઉજ્મા કારદારને કથિત ઓડિયો ટેપ લીક મામલે પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉજ્માએ પોતાની કોઈ પત્રકાર મિત્ર સાથેની વાતચીતમાં ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી અને પાકિસ્તાની સેના પર ઘણા આરોપ લગાવ્યા છે. જેણે તે વાતચીતને રેકોર્ડ કરી લીધી અને બાદમાં તેને વાઈરલ કરી દીધી.

પીટીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે પંજાબ વિધાનસભાની સભ્ય ઉજ્મા કરદારને શિસ્તભંગ કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જોકે, પાર્ટીએ આ અંગે વધારે જાણકારી આપી નથી. કરદારે 2018મા યોજાયેલી ચૂંટણીમાં મહિલાઓ માટે અનામત બેઠક જીતી હતી. તે પંજાબ પ્રાંતના સૌથી સક્રિય નેતાઓમાંના એક છે.

ઇમરાન ખાનની પત્ની વિરૂધ્ધ ટીપ્પણી કરનાર મહિલા ધારાસભ્યની હકાલપટ્ટી 2 - imageઉજ્માએ તેમાં કહ્યું હતું કે પાકિસ્તાનનો વહીવટ વડાપ્રધાન ઈમરાનની પત્ની બુશરા ચલાવી રહી છે અને તે પોતાની પત્નીને પૂછ્યા વગર કોઈ કામ કરતા નથી. તે ઈમરાન ખાનના ચહેરાને વાંચી લે છે. તે જિન સાથે વાત કરનારી મહિલા છે અને તેને ખબર પડી જાય છે કે ઈમરાનનો આજનો દિવસ કેવી રીતે પસાર થયો.

ઉજ્મા આ વાતચીત દરમિયાન કહે છે કે ઈમરાનને બુશરા ચલાવી રહી છે. બુશરાએ ઘરમાં એક લાઈન બનાવી દીધી છે અને તેના આગળ કોઈ જઈ શકતું નથી. પહેલા તો અમે લોકો આરામથી ઈમરાનના ઘરે જતા હતા પરંતુ બુશરાના આવ્યા બાદ બીજાની તો છોડા દેશનાં વિદેશ પ્રધાન અને પાર્ટીનાં અગ્રણી નેતા શાહ મહમૂદ કુરૈશી પણ અંદર જઈ શકતા નથી.

આ વાતચીત દરમિયાન ઉજ્માએ પાકિસ્તાની સેનાને લઈને પણ ઘણું કહ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે સરકારના કામમાં સેના દખલગીરી કરે છે અને તેમાં ખોટું શું છે. પાકિસ્તાનમાં હંમેશા આવું જ થયું છે. અહીં સેના વગર કોઈ સરકાર ચાલી શકતી નથી. ઉલ્લેખનિય છે કે આ વાતચીતમાં સેનાને એસ્ટાબ્લિશમેન્ટના નામથી સંબોધિત કરવામાં આવી છે.

Tags :