Get The App

નાગરિકતા બિલઃ અમેરિકામાં અમિત શાહની એ્ન્ટ્રી પર બેન મુકવાની ધમકી

અમેરિકી પંચે મોદી સરકારને સાવધ કર્યા, આ ખૂબ જોખમી માર્ગ છે

Updated: Dec 10th, 2019

GS TEAM

Google News
Google News
નાગરિકતા બિલઃ અમેરિકામાં અમિત શાહની એ્ન્ટ્રી પર બેન મુકવાની ધમકી 1 - image

વૉશિંગ્ટન તા.10 ડિસેંબર 2019, મંગળવાર

અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના પંચ (યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજ્યસ ફ્રીડમ)એ ભારત સરકારને નાગરિકતા સુધારા ખરડા અંગે સાવધાન કરતાં કહ્યું હતું કે આ ખૂબ જોખમી માર્ગ છે.

‘ભારતની સંસદનાં બંને ગૃહો આ ખરડો પસાર કરી દેશે તો અમેરિકાએ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ પર પ્રતિબંધ લાદવાની દિશામાં વિચાર કરવો પડશે’ એવું આ પંચે એક નિવેદન દ્વારા કહ્યું હતું.

અમેરિકી પંચે કહ્યું હતું કે મોદી સરકારે એક ખોટું પગલું લીધું છે જેનાં પરિણામો ખતરનાક આવી શકે છે.

અમિત શાહે સોમવારે લોકસભામાં મંજૂર કરાવેલા આ ખરડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને અફગાનિસ્તાન જેવા દેશમાંથી 2014ના ડિસેંબરની 31મી સુધીમાં  આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની દરખાસ્ત છે. મુસ્લિમોને આ ખરડામાં નાગરિકતા આપવાની જોગવાઇ નથી એની સામે હોબાળો થયો હતો.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

જો કે ભારતના ઇશાન તરફનાં રાજ્યોમાં હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પણ વિરોધ થયો છે. એ લોકોને ડર છે કે સ્થાનિક નાગરિકોના અધિકારો પર આમ થવાથી તરાપ પડશે.

અમેરિકી પંચે કહ્યું હતું કે આ ખરડામાં મુસ્લિમોનો સમાવેશ  નથી એટલે કે આ ખરડો ધર્મના આધારે નાગરિકતા આપવાની વાત કરે છે જે યોગ્ય નથી. ધર્મના આધારે ભેદભાવ કરી શકાય નહીં.

પંચે જણાવ્યું હતું કે ભારતના ધર્મનિરપેક્ષ બંધારણ અને ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઇતિહાસની વિરુદ્ધ આ ખરડો છે એટલે એ પસાર ન થવો જોઇએ. પંચે એવો પણ નિર્દેશ કર્યો હતો કે છેલ્લા એકાદ દાયકાથી ભારત સરકાર યુએસસીઆઇઆરએફના રિપોર્ટની અવગણના કરી રહી હતી.  અમને ડર છે કે આ ખરડો કાયદો બને તો લાખો મુસ્લિમોની નાગરિકતા જોખમમાં આવી પડે એમ છે. 

આ એક અત્યંત ખતરનાક અને જોખમી વળાંક છે. ભારત સરકારે આ ખરડો પાસ કરવા પહેલા વિચાર કરવો જોઇએ.