Get The App

વિશ્વમાં સૌથી વધુ 375 નોબલ અમેરિકાએ મેળવ્યા છે

- અમેરિકાની હરિફાઇ કરતું રશિયા નોબેલ તાલિકામાં અમેરિકાથી ખૂબ પાછળ

- નોબેલ સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે.

Updated: Oct 4th, 2018


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી વધુ 375 નોબલ અમેરિકાએ મેળવ્યા છે 1 - image

અમદાવાદ, તા. 4 ઓક્ટોબર 2018, ગુરૂવાર

વિશ્વમાં સૌથી મૂલ્યવાન ગણાતું આ સન્માન વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા મહાનુભાવોને મળે છે. છેલ્લા 104 વર્ષમાં કુલ 506 નોબેલથી 876 લોકોએે આ સન્માન મેળવ્યું છે. જેમાં સૌથી વધારે 375 નોબેલ અમેરિકાને મળ્યા છે. બ્રિટનને 130, જર્મનીને 108 નોબેલ મળ્યા છે.

રશિયાને 26 જયારે ભારતને 9 નોબેલ પારિતોષિક મળ્યા છે.નવાઇની વાત તો એ છે કે સોવિયત સંઘના જમાનાથી અમેરિકાની હરિફાઇ કરતું રશિયા નોબેલ તાલિકામાં અમેરિકાથી ખૂબ પાછળ છે. શાંતિ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લોમાં જયારે બાકીના નોબેલ સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે.

1913માં  સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવનારા પહેલા ભારતીય અને બિન યુરોપિયન પણ હતા.1930માં રામન ઇફેકટસના શોધક ભૌતિક વિજ્ઞાાની સીવી રામનને નોબેલ મળ્યો હતો. રામન એવોર્ડ મેળવનારા પહેલા વિજ્ઞાાન સાયન્ટીસ્ટ પણ હતા.

સ્વીડીશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલે 27 નવેમ્બર 1885માં તેમની વસિયતમાં લખ્યું હતું કે મારા બેંક એકાઉન્ટમાં જમા 31 મિલીયન ડોલર (હાલ 265 મીલીયન ડોલર) રકમના વ્યાજમાંથી માનવજાતને મદદરૂપ થવા પ્રયાસ કરતા લોકોને સન્માન આપવામાં આવે. ડાયનેમાઇકના શોધક આલ્ફ્રેડ નોબેલ પાસે 355 થી વધુ સંશોધનના પેટન્ટ હતા. નોબેલે વિસ્ફોટમાં વપરાતા બેલિસટાઇટનું પણ સંશોધન કર્યું હતું.

એક ફ્રેન્ચ અખબારમાં મોતના વેપારીનું મુત્યું થયું એવા હેડિગ સાથેના સમાચાર વાંચીને લોકો પોતાને કેવી રીતે યાદ કરશે એની ચિંતા થવા લાગી હતી.આથી આ પ્રકારની વસિયત લખવા માટે આલ્ફ્રેડ પ્રેરાયા હોવાનું માનવામાં આવે છે.

દેશ મુજબ મેળવેલા નોબેલ

અમેરિકા

375

યુ.કે

130

જર્મની

108

ફ્રાંસ

69

સ્વીડન

31

જાપાન

28

રશિયા

26

સ્વિત્ઝર્લેન્ડ

26

કેનેડા

26

ઇટાલી

20

ઓસ્ટ્રીયા 

21

ઓસ્ટ્રેલિયા

12

 


Google NewsGoogle News