વિશ્વમાં સંરક્ષણ ક્ષેત્રે રાજા બનશે ભારત, આ ટોપ લેવલના દેશો ભારત સાથે ભાગીદારી કરવા થયા તલપાપડ
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો સમગ્ર દુનિયામાં દબદબો થવા જઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વની નજર ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધો તરફ છે.
Image Twitter |
નવી દિલ્હી, તા.6 જૂન 2023, મંગળવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં ડિફેન્સ સેક્ટરમાં પણ ક્રાંતિ લાવી છે. આ પહેલા સંરક્ષણ માટેના ઉપકરણો માટે ભારતને બીજા દેશ પર નિર્ભર રહેતો હતો. પરંતુ હવે આજનું ભારત દુનિયાના 75 દેશોમાં સંરક્ષણ ઉપકરણોનો સપ્લાય કરતો થઈ ગયો છે. હાલમાં જ ભારતે દેશભરમાં કેટલાય ડિફેન્સ કોરિડોર બનાવ્યો છે જેમા અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશો પણ ડિફેન્સ સેક્ટરમાં ભારત સાથે કામ કરવા માટે આકર્ષિત થઈ રહ્યા છે.
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો સમગ્ર દુનિયામાં દબદબો થવા જઈ રહ્યો છે.
ફ્રાંસ અને જાપાન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશો પહેલાથી જ આવી ઈચ્છા જાહેર કરી ચુક્યા છે. હવે અમેરિકા પણ ભારત સાથે મળી ફાઈટર પ્લેન સહિત અન્ય યુદ્ધ ઉપકરણો બનાવવા ઈચ્છે છે. અમેરિકા ભારતને તેની બેસ્ટ ટેકનીક આપવા પ્રતિબદ્ઘ છે. અને હવે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો સમગ્ર દુનિયામાં દબદબો થવા જઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વની નજર ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધો તરફ છે.
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે આ અંગે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે આ બાબતે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. લોયડ ઓસ્ટિન એવા સમયે ભારતની મુલાકાતે હતા જ્યારે USA માં પીએમ મોદીને આગામી 22 જૂનના રોજ રાજકીય યાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યુ હતું. તેમજ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી માટે વિશેષ ભોજન માટે આયોજન પણ કર્યું છે. આ સાથે એક માહિતી પ્રમાણે અત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત અને અમેરિકા વચ્ચે વધતા સંબંધો પર છે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાને ભારત પર વિશ્વાસ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે તેમના સમકક્ષ લોયડ ઓસ્ટિન સાથે સંરક્ષણ અને સહયોગની બાબતે વિશેપરુપે ચર્ચાઓ થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે મુક્ત, ખુલ્લા અને નિયમ આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ભારત-અમેરિકાની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અમેરિકા ભારત સાથે મળી ક્ષમતા નિર્માણ કરવા અને રાજનિતિક ભાગીદારીને મજબૂત કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથે મળી કામ કરવા ઈચ્છુક છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા ભારતને પોતાનો મુખ્ય ભાગીદાર માને છે. આ ક્ષેત્રમાં વધતીજતી ચીનની દાદાગીરી અને દખલગીરી વચ્ચે અમેરિકાને માત્ર ભારત પર જ ભરોસો છે.