Get The App

અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
US visitor visa expedited interview
(IMAGE - IANS)

US visitor visa expedited Interview: અમેરિકા (US) જવા ઇચ્છતા અને વિઝા ઇન્ટરવ્યૂની લાંબી લાઇનથી પરેશાન લોકો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એક નવો પાયલટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ, જો કોઈ અરજદાર વહેલી તકે વિઝા ઇન્ટરવ્યૂ આપવા માંગતો હોય, તો તેણે $750 (આશરે 62,000 રૂપિયાથી વધુ)ની વધારાની ફી ચૂકવવી પડશે. આ અઠવાડિયે ફેડરલ રજિસ્ટરમાં આ અંગેની સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવશે. આ ખાસ પ્રોગ્રામ ચાલુ વર્ષે 1 જુલાઈથી શરૂ થઈને 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે.

માત્ર 10 દિવસમાં મળી જશે સ્લોટ, પણ શરતો લાગુ

આ નવી વ્યવસ્થા હેઠળ, બિઝનેસ (B-1) અને ટૂરિસ્ટ (B-2) વિઝા માટે અરજી કરનારા પાત્ર ઉમેદવારોને માત્ર 10 બિઝનેસ ડેઝ (કામકાજના દિવસો)ની અંદર જ વિઝા ઇન્ટરવ્યૂ માટેનો સ્લોટ મળી જશે. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે જે-તે કોન્સ્યુલેટ અથવા એમ્બેસીમાં સ્લોટ ખાલી હશે. આ પ્રીમિયમ સર્વિસ વિશ્વભરની તમામ અમેરિકન એમ્બેસી કે કોન્સ્યુલેટમાં ઉપલબ્ધ નહીં હોય. કઈ જગ્યાએ આ સુવિધા ચાલુ છે, તેની યાદી સ્ટેટ ડિપાર્ટમેન્ટ પોતાની સત્તાવાર વેબસાઇટ travel.state.gov પર જાહેર કરશે. આ સ્લોટ્સની સંખ્યા પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવશે.

આ પણ વાંચો: પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, અમેરિકા સાથે કરશે ડીલ: ટ્રમ્પનો સૌથી મોટો દાવો

વધુ પૈસા આપવાથી વિઝા મળવાની ગેરંટી નહીં મળે

અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વધારાની ફી માત્ર ઇન્ટરવ્યૂની તારીખ વહેલી મેળવવા માટે જ છે. તેનાથી વિઝા મંજૂર થવાની પ્રક્રિયા કે સ્પીડ પર કોઈ અસર નહીં પડે. સિક્યોરિટી ચેકિંગ અથવા યોગ્યતાની ચકાસણી માટે જે સામાન્ય સમય લાગે છે, તે નિયમ મુજબ જ લાગશે અને તેમાં કોઈ વહેલા-મોડું કરવામાં આવશે નહીં. પ્રીમિયમ ફી ચૂકવ્યા પછી પણ જો કોઈ વહીવટી પ્રક્રિયામાં સમય લાગે, તો વિઝા મળવામાં સામાન્ય દિવસોની જેમ જ વિલંબ થઈ શકે છે.

નિયમો અને પાત્રતામાં કોઈ છૂટછાટ નહીં

એક્સ્ટ્રા ફી આપીને વહેલી એપોઇન્ટમેન્ટ લેનારા અરજદારોએ પણ B-1/B-2 વિઝા માટેના તમામ હાલના કાયદાકીય નિયમો અને પાત્રતાના માપદંડો પૂરા કરવા જ પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાફ કર્યું છે કે વહેલી તારીખ મળવાનો મતલબ એ બિલકુલ નથી કે તમારા વિઝા એપ્રૂવ થવાની શક્યતા વધી જશે. વિઝા આપવો કે ન આપવો તેનો નિર્ણય સંપૂર્ણપણે અરજદારની યોગ્યતા અને ઇન્ટરવ્યૂના આધારે જ લેવામાં આવશે.