ટ્રમ્પ તંત્રનું નવું તરકટ, ફરી અમેરિકન વિઝાના નિયમો બદલ્યા, રોગગ્રસ્ત લોકોની વધશે મુશ્કેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Visa New Rule : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ વિઝા નિયમોમાં અનેકવાર ફેરફાર થઈ ચુક્યા છે, ત્યારે હવે ટ્રમ્પ વહીવટીતંત્રે ઈમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવતા વિઝા નિયમોમાં ફરી ફેરફાર કર્યા છે. ટ્રમ્પ નવા નિર્દેશ મુજબ, અમેરિકામાં રહેવા માટે વિઝા અરજી કરનાર વિદેશી નાગરિકોને જો મેદસ્વીતા અથવા ડાયાબિટીસ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ હશે, તો તેમને વિઝા આપવાનો ઈનકાર કરવામાં આવી શકે છે.
ટ્રમ્પ તંત્રને વિદેશી બિમાર લોકો જાહેર બોજ લાગ્યા
વોશિંગ્ટન મીડિયા રિપોર્ટ મુજબ, વિદેશ મંત્રાલય દ્વારા તમામ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને વિઝા નિયમોમાં ફેરફારની વિગતો મોકલાઈ છે. તેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, જો બીમાર લોકોને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે, તો તેઓ જાહેર બોજ બની શકે છે, જેના કારણે અમેરિકન સંસાધનોને નુકસાન થઈ શકે છે.
કઈ બીમારીઓનો ઉલ્લેખ?
નવા દિશાનિર્દેશોમાં વિઝા અધિકારીઓને અરજદારના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાનો આદેશ અપાયો છે. દૂતાવાસોને મોકલેલી માહિતીમાં કહેવાયું છે કે, કેટલીક તબીબી સ્થિતિઓ પર વિશેષ ધ્યાન આપવાનું છે, જેમાં સ્થૂળતા, હૃદય રોગ, શ્વસન રોગ, કેન્સર, ડાયાબિટીસ, ચયાપચય સંબંધિત રોગો, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક રોગોનો સમાવેશ થાય છે. એમ પણ કહેવાયું છે કે, જો આવા બીમાર લોકોને વિઝા આપવામાં આવે તો તેમની સંભાળ પાછળ લાખો ડોલરનો ખર્ચ થઈ શકે છે.








