Get The App

અમેરિકા ૧૦ વર્ષ સુધીમાં ગાજાને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવશે- રિપોર્ટ

૫૦૦૦ ડોલર રોકડા તથા ૪ વર્ષ સુધી ભાડું ભરવા માટે સબસીડી અપાશે

આ યોજના ફેબુ્આરીમાં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને અનુરુપ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા ૧૦ વર્ષ સુધીમાં ગાજાને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવશે- રિપોર્ટ 1 - image

ન્યૂયોર્ક,૧ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર 

અમેરિકી મીડિયા કેન્દ્ર વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ અનુસાર અમેરિકાની સરકાર કમ સે કમ ૧૦ વર્ષ સુધી ગાજાપટ્ટીમાં પ્રશાસન સંભાળીને પર્યટન સ્થળમાં બદલવાનો વિચાર કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં અંદરખાને ગાજા સંઘર્ષ સમાપ્ત થયા પછી એક યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ ગાજાપટ્ટીમાં કમ સે કમ ૧૦ વર્ષ સુધી અમેરિકા દ્વારા પ્રશાસિત એક ટ્રસ્ટીશિપમાં બદલી નાખવામાં આવશે.

આ દરમિયાન શાનદાર  પર્યટન સ્થળ અને પ્રાધોગિકી કેન્દ્રમાં ફેરવી નાખવામાં આવશે. આ યોજના ફેબુ્રઆરીમાં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને અનુરુપ છે જેમાં તેમણે ગાજા પર કબ્જો કરીને નિવાસીઓનું અન્યત્ર સ્થળાંતરણ કરીને પુનર્નિર્માણ કરવાની વાત કરી હતી. આ યોજનામાં પણ ૨૦ લાખ કે તેના કરતા વધારે લોકો અસ્થાયી રીતે વિસ્થાપિત કરવાનો ઉલ્લેખ છે. આથી ગાજા નિવાસીઓએ સ્વૈચ્છિક રીતે સ્થળાંતરણ કરવું પડશે અથવા તો ગાજાની અંદર જ પ્રતિબંધિત અને સુરક્ષિત સ્થળે રહેવું પડશે.

રિપોર્ટ અનુસાર જે પેલેસ્ટાઇની વિસ્થાપન કરશે તેમને ૫૦૦૦ ડોલર રોકડા તથા ૪ વર્ષ સુધી ભાડું ભરવા માટેે સબસીડી આપવામાં આવશે, આ ઉપરાંત એક વર્ષ સુધી ખોરાક અને પાણી મફત આપવામાં આવશે. જો કે સંયુકત રાષ્ટ્રએ નિવાસીઓના બળજબરીથી થનારા સ્થળાંતરણની ટીકા કરીને તેને આંતરરાષ્ટ્રીય કાનુનના ઉલંઘન સમાન ગણાવ્યું છે.