અમેરિકાના ટેક્સાસમાં પૂરે તબાહી મચાવી, 135 લોકોના ગયા જીવ, 100 હજુ પણ ગુમ
Texas Floods: અમેરિકામાં 4 જુલાઈએ ટેક્સાસ હિલ કંટ્રીમાં આવેલા વિનાશકારી પૂર બાદ હવે માત્ર ત્રણ લોકો ગુમ છે, જ્યારે શરૂઆતમાં ગુમ લોકોની સંખ્યા અંદાજિત 100 હતી. શોધખોળ દરમિયાન મળી આવેલા લોકો માટે અધિકારીઓએ રાહત બચાવ ટીમના પ્રયાસોને શ્રેય આપ્યો. કેરવિલ શહેરના ડાલ્ટન રાઇસે કહ્યું કે, આ અદભુત પ્રગતિ તે અગણિત કલાકોની મહેનતનું પરિણામ છે, જે શોધ, બચાવ અને તપાસમાં લાગી, જેથી પરિવારોને આ મુશ્કેલ સમયમાં થોડી રાહત મળી શકે.
વિનાશકારી પૂરના થોડા દિવસો બાદ હવે એકલા કેર કાઉન્ટીમાં 160થી વધુ લોકો હજુ સુધી મળી આવ્યા નથી. જો કે, કેર કાઉન્ટીમાં મૃતકોની સંખ્યા આ અઠવાડિયા સુધી 107 રહી, જ્યારે ગુમ લોકોની મોટાપાયે શોધખોળ ચાલી રહી છે.
ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 135 લોકોના જીવ ગયા
ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 135 લોકોના મોત થયા. જેમાંથી વધુ પડતા મોત સેન એન્ટોનિયોથી લગભગ 100 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં કેર કાઉન્ટીમાં ગ્વાડાલૂપ નદીના કિનારે થયા. 4 જુલાઈની સવાર પહેલા નદીનું જળસ્તર 26 ફૂટ સુધીનું વધી ગયું અને ઘર-વાહનો તણાઈ ગયા. પ્રવાસીઓ વચ્ચે કેમ્પિંગ માટે જાણિતા ટેક્સાસ હિલ કન્ટ્રી કુદરતી રીતે પુરને લઈને સંવેદનશીલ છે. કારણ કે અહીં સુકી, કડક માટી ભારે વરસાદને શોષી નથી શકતી. ગ્વાડાલૂપ નદીના કિનારે બનેલા કેબિન અને કેમ્પોમાં પૂરની ઝપેટમાં આવનારી જગ્યાઓમાં કેમ્પ મિસ્ટિક પણ સામેલ હતા. આ યુવતીઓ માટે એક વર્ષો જુનું ઈસાઈ ગ્રીષ્મકાલીન શિબિર છે. તેમાં ઓછામાં ઓછી 27 વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ સભ્યોના જીવ ગયા.