યુરોપનાં દેશો બાદ અમેરિકાએ પણ PIAની ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાએ પાઇલોટ્સના બનાવટી લાઇસન્સ અને સુરક્ષાનાં પગલાની અછત ને લઇને તે અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, 10 જુલાઇ 2020 શુક્રવાર
યુરોપિયન દેશો પછી હવે અમેરિકાએ પણ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. પાઇલોટ્સના બનાવટી લાઇસન્સ અને સુરક્ષાનાં પગલાની અછત ને લઇને તે અંગે ચિંતા વ્યક્ત કરતાં અમેરિકાએ પીઆઈએ વિમાનને તેના એરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
જિઓ ન્યુઝનાં સમાચાર અનુસાર ઓથોરીટીએ કહયું પીઆઇએ પોતાના વિમાનોનું સંચાલન અમેરિકા માટે નહીં કરી શકે, અમેરિકા ઓથોરિટિએ કહ્યું કે પીઆઇએએ તમામ પ્રકારે વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, પીઆઇએની પ્રતિબંધની પુષ્ટી કરતા કહ્યું કે નેશનલ એવિયેશન ઓથોરિટિને આ સંબંધમાં એક ઇમેલ મળ્યો છે.
એક દિવસ પહેલા જ યુરોપિય યુનિયન એવિયેશન સેફ્ટી એજન્સી (EAASA)એ પાકિસ્તાન સરકારની વિમાનન કંપની પર છ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો.
બ્રિટનનાં ત્રણ એરપોર્ટસ પર પીઆઇએને પ્રતિબંધ લગાવી દીધો છે, તો વિયેતનામએ દેશમાં કામ કરી રહેલા તમામ પાકિસ્તાની પાઇલેટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ જ પ્રકારે મલેશિયાએ પણ પાકિસ્તાનનાં તમામ પાઇલોટ પર હંગામી પ્રતિબંધ લગાવ્યો છે, સંયુક્ત આરબ અમિરાતે પણ પાકિસ્તાની સ્ટાફની તપાસ શરૂ કરી દીધી છે.
આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓને લઇને દુનિયામાં પોતાની છબી ખરાબ ચુકેલા પાકિસ્તાન માટે આ એક કાળો ધબ્બો છે, સરકારી કંપનીએ બનાવટી અને સંદિગ્ધ લાયસન્સનાં કારણે પહેલા જ પોતાના એક તૃતિયાંસ પાઇલોટ્સને હટાવી દીધા છે.