World

H1B વિઝા પર ફી વધારા બાદ હવે અમેરિકન વર્કર્સને જ પ્રાથમિકતા અપાય તેવું બિલ લાવવાની તૈયારી

By GS TEAM
27 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકન સેનેટર ટૉમ કૉટને શુક્રવારે (27 સપ્ટેમ્બર) H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા સુધારા કરવાની જરૂરત પર ધ્યાન આપ્યું હતું અને ઘોષણા કરી કે, આગામી અઠવાડિયામાં સખ્ત દેખરેખ અને અમેરિકાના કામદારોને પ્રાથમિકતા આપવા માટે એક નવો કાયદો રજૂ કરીશું.

Summarized by AI; it may make mistakes. Check important info

H1B વિઝા પર ફી વધારા બાદ હવે અમેરિકન વર્કર્સને જ પ્રાથમિકતા અપાય તેવું બિલ લાવવાની તૈયારી

American Senator on H-1B Visa Program :  અમેરિકન સેનેટર ટૉમ કૉટને શુક્રવારે (27 સપ્ટેમ્બર)  H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા સુધારા કરવાની જરૂરત પર ધ્યાન આપ્યું હતું અને ઘોષણા કરી કે, આગામી અઠવાડિયામાં સખ્ત દેખરેખ અને અમેરિકાના કામદારોને પ્રાથમિકતા આપવા માટે એક નવો કાયદો રજૂ કરીશું.

'H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા સુધારા કરવાની જરૂરત'

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને સેક્રેટરી લૉરી ચાવેઝ-ડીરેમર બિલકુલ સાચા છે કે H-1B પ્રોગ્રામમાં સુધારાની જરૂર છે. આવતા અઠવાડિયે હું બે બિલ રજૂ કરીશ, જે આ પ્રોગ્રામમાં ખૂબ જ જરૂરી ફેરફારો કરશે અને અમેરિકન કામદારોને પ્રથમ સ્થાન આપશે.'

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા 'પ્રોજેક્ટ ફાયરવૉલ' લોન્ચ કરવામાં આવ્યું છે, એવા સમયે અમેરિકાના સેનેટર ટૉમ કૉટનું આ નિવેદન સામે આવ્યું છે. 'પ્રોજેક્ટ ફાયરવૉલ'ને H-1B પ્રોગ્રામના ઈતિહાસમાં સૌથી આક્રમક અભિયાનોમાંથી એક ગણાવામાં આવી રહ્યો છે. સેક્રેટરી લૉરી ચાવેઝ-ડીરેમરે કહ્યું કે, 'H-1B વિઝાના દુરુપયોગને રોકવા માટે પગલાં લઈને, રાષ્ટ્રપ્રમુખ અમેરિકન કામદારોનું રક્ષણ કરી રહ્યા છે અને અમેરિકનો માટે નોકરીઓ રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે.'

આ પણ વાંચો: ટ્રમ્પ માનસિક રીતે સ્વસ્થ છે ખરા? વારંવાર ખુદને નોબેલ પ્રાઈઝના ગણાવે છે હકદાર, આત્મપ્રશંસાનો પણ અતિરેક

શું પ્રોજેક્ટ ફાયરવૉલ?

યુએસ લેબર ડિપાર્ટમેન્ટે આ અઠવાડિયાના શરૂઆતમાં પ્રોજેક્ટ ફાયરવૉલની જાહેરાત કરી. આ એક અમલીકરણ પહેલ છે, જેનો હેતુ H-1B વિઝા પ્રક્રિયાના દુરુપયોગને અટકાવીને અમેરિકન કામદારોના અધિકારો અને નોકરીની તકોનું રક્ષણ કરવાનો છે.

શું છે આ અભિયાનમાં

સક્રિયા તપાસ: પ્રથમ વખત શ્રમ સચિવ ખુદ H-1B ઉલ્લઘંનની શંકાસ્પદ કંપનીઓની તપાસ કરશે. એટલે હવે ફરિયાદ થાય તો જ કાર્યવાહી કરવા સુધીની રાહ નહીં જોવામાં આવે.

વાજબી વેતન: નોકરીદાતાઓએ H-1B કામદારોને સ્થાનિક પ્રવર્તમાન વેતન અથવા યુ.એસ. કામદારો જેટલું જ વેતન ચૂકવવું.

સમાન લાભ: H-1B કામદારોને યુ.એસ. કામદારો જેટલા જ લાભો મળશે.

ભરતીની શરતો: કેટલાક કિસ્સાઓમાં કંપનીઓએ સાબિત કરવાનું રહેશે કે, તેઓએ યુ.એસ. કામદારોને નોકરી પર રાખવા માટે ઈમાનદારીપૂર્વક પ્રયાસ કર્યો છે.

સખ્ત સજા: આ નિયમોનું ઉલ્લંઘન કરનારા નોકરીદાતાઓને દંડ, વેતન પરત કરવાની જવાબદારી અથવા કાર્યક્રમમાંથી કામચલાઉ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

એજન્સી સહયોગ: શ્રમ વિભાગ છેતરપિંડી અને ભેદભાવ સામે પગલાં લેવા માટે ન્યાય વિભાગ (DOJ), સમાન તક આયોગ (EEOC) અને USCIS સાથે કામ કરશે.

આ પણ વાંચો: ભારતને આપો UNSCનું સ્થાયી સભ્યપદ... સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પડોશી દેશનું ખુલ્લુ સમર્થન

ભારતે શું કહ્યું?

ભારત, જેમાં H-1B વિઝા ધરાવતા વ્યાવસાયિકોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારે અમેરિકાના આ નિર્ણય પર સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે 'આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વને "ગ્લોબલ વર્કફોર્સ"ની જરૂર છે, જેને ખાલી ડેમોગ્રાફીથી પૂરા શકાતા નથી. દુનિયાને એક આધુનિક અને કુશળ ગ્લોબલ વર્કફોર્સ મોડલ બનાવાની જરૂર છે, જે વૈશ્વિક કાર્યસ્થળોમાં વિપરિત રહે.'