Get The App

રિયાધમાં ટ્રમ્પે સાઇન કરી ઐતિહાસિક ડીલ, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે 142 અબજ ડોલરનો રક્ષા કરાર

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
રિયાધમાં ટ્રમ્પે સાઇન કરી ઐતિહાસિક ડીલ, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે 142 અબજ ડોલરનો રક્ષા કરાર 1 - image


Donald Trump Riyadh Visit: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રિયાધ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક ડીલ સાઈન કરી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ લગભગ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઈટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટો રક્ષા કરાર ગણાવતા કહ્યું હતું કે, તેના હેઠળ સાઉદી અરેબિયાને અત્યાધુનિક હથિયાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જણાવી દઈએ કે, મંગળવારે અમેરિકન પ્રમુખ દ્વિપક્ષીય યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. ટ્રમ્પની સાથે ઇલોન મસ્ક સહિત અમેરિકન વ્યાપારજગતના નેતા પણ છે. કરાર થયા બાદ વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, 'અમેરિકન અને સાઉદી અરેબિયાએ ઇતિહાસમાં સૌથી મોટા રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા, લગભગ 142 અબજ ડોલર.'

રક્ષા કરારમાં સૈન્ય પ્રણાલી, હથિયાર અને સેવાઓ સામેલ છે. આ સિવાય કરારમાં અન્ય કોમર્શિયલ કરાર, ગેસ ટર્બાઈનોની નિકાસ પણ સામેલ છે. જણાવી દઈએ કે, ટ્રમ્પ સાઉદી અરેબિયા બાદ કતાર અને સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)નો પ્રવાસ પણ કરશે. ટ્રમ્પનો મિડલ દેશોનો આ પ્રવાસ મુખ્ય રીતે આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત છે અને અમેરિકન પ્રમુખ ખાડી દેશો સાથે અમેરિકન અર્થવ્યવસ્થામાં રોકાણ વધારવા માટે અન્ય ટોચના કરાર હાંસલ કરવાની આશા કરી રહ્યા છે.

Tags :