અમેરિકાએ પાકિસ્તાનના જુઠ્ઠાણાંની પોલ ખોલી, પાક. મીડિયાએ ઉતાવળે માફી પણ માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Won't Visit Pakistan: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે (17મી જુલાઈ) આ અહેવાલો આખા પાકિસ્તાની મીડિયામાં છવાયેલા હતા. પરંતુ હવે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનની બે મુખ્ય ન્યૂઝ ચેનલોએ દાવો કર્યો હતો કે ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનના ઘણાં અન્ય મીડિયા સંસ્થાઓએ પણ આ અહેવાલોને મુખ્ય રીતે પ્રકાશિત કર્યા હતા.
વ્હાઇટ હાઉસે અહેવાલો ફગાવી દીધા
પાકિસ્તાની મીડિયાએ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, 18મી સપ્ટેમ્બરના રોજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે આવી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન તે ભારતની પણ મુલાકાત લેશે. જો કે, મુલાકાત અંગે અટકળો વધતા વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ફગાવી દેતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, 'પાકિસ્તાનની મુલાકાતનું હાલમાં કોઈ આયોજન નથી.'
પાકિસ્તાની મીડિયાએ માફી માંગી
પાકિસ્તાની મીડિયા ચેનલોએ આ ફેક ન્યૂઝને પાછા ખેંચી લીધો હતા અને તેના દર્શકોની માફી પણ માંગી. અન્ય એક મુખ્ય પાકિસ્તાની મીડિયાના એક વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે આ મુલાકાતની કોઈ માહિતી નથી, ત્યારબાદ અમે આ નિવેદન પાછું ખેંચી લીધું છે.'








