સં.રા.ની મુલાકાત સમયે 'ટ્રિપલ સેબોટેજ'થી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અત્યંત નારાજ થયા
- એક્સેલેટર અટક્યું, ટેલિપ્રોમ્પટર બંધ થયું, અવાજ પણ બંધ
- 'આ મારી સામે રચવામાં આવેલું એક સુયોજિત કાવતરું છે હવે અમારી જાસૂસી સંસ્થા તે ષડયંત્ર પાછળ કોણ છે તે શોધી કઢાશે'
સંયુક્ત રાષ્ટ્રો : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઘૂંઘવાટપૂર્વક કહ્યું હતું કે, 'મારી વિરુદ્ધ ત્રણ પૈશાચિક ઘટનાઓ બની ગઈ હતી અને તે ત્રણે વિષે અમારી જાસૂસી સંસ્થા તલસ્પર્શી તપાસ હાથ ધરશે.'
યુ.એન. જે પહેલાં યુનો તરીકે ઓળખાતું હતું તેની ૧૯૪૫માં વિધિવત્ સ્થાપના થઈ ત્યારથી હજી સુધી 'ફર્સ્ટ સીટીઝન ઓફ ધ વર્લ્ડ' તેવા અમેરિકાના પ્રમુખ જ સં.રા.ની મહાસભાને સૌથી પહેલું સંબોધન કરે છે તે પ્રમાણે પ્રમુખ ટ્રમ્પ તે મહાસભાને સંબોધન કરવા ઉભા થતા તેઓએ આ વૈશ્વિક સભાને આડેહાથે લેતા કહ્યું હતું કે, 'આ મકાનમાં મારી ઉપર ત્રણ ત્રણ કાવતરાં થયા હતા. આ સંસ્થાએ તેની ક્ષમતા જ ગુમાવી દીધી છે. તેઓએ કહ્યું, હું અને મેલિના જે એસ્કેલેટરમાં જતા હતા તે લિફ્ટ અચાનક અધવચ્ચે અટકી ગયું. મહાસભાને હું સંબોધન કરતો હતો ત્યારે ટેલિપ્રોમ્પટરજ બંધ થઈ ગયું તે સમયે પ્રેસ ગેલેરીમાં રહેલા મારા પત્ની મેલિના પોતે જ મારું વકતવ્ય સાંભળી ન શક્યા તેટલું જ નહીં પરંતુ તે સમયે માઇક ઉપર અવાજ પણ બંધ થઈ ગયો. આવાં 'ટ્રિપલ સેબોટેજ'થી હું ઘણો હતાશ થઈ ગયો છું.'
પોતાના વકતવ્ય દરમ્યાન તેઓએ અમેરિકાના સાથી રાષ્ટ્રોને પણ રશિયા- યુક્રેન યુદ્ધમાં અમેરિકાને પૂરો સાથ નહી આપવા માટે તથા યુક્રેનને લગભગ પડતું જ મૂકી દેવા માટે 'આડે હાથ' લીધા હતા. તેમજ વસાહતીઓને સ્વીકારવા માટે યુરોપીયન દેશોને કહ્યું હતું કે, 'જો તમારે મારું માનવું જ ન હોય તો જાવ જહનમમાં.'
પોતાની સોશ્યલ મીડિયા વેબસાઇટ ઉપર બુધવારે આપેલા લખાણમાં પ્રમુખ ટ્રમ્પની 'ખટાશ' સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અને તેઓએ ફરી એકવાર તેની વિરૂદ્ધ થયેલા કાવતરાનો ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પ અને મેલિનાના એક્સેલેટર અટકી જવા અંગે સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે લિફ્ટમાં પહેલા જ એક વિડિયોગ્રાફર જે અમેરિકી પ્રતિનિધિ મંડળમાં સાથે હતો તે ટ્રમ્પથી આગળ દોડીને એક્સેલેટરમાં પહોંચી ગયો હતો અને તેણે અજાણાતા જ 'સ્ટોપ'નું બટન દબાવી દીધું હશે માટે તે અટકી ગયું હશે.
જો કે, આ સ્પષ્ટતા જ અસ્પષ્ટ છે તે તુર્ત જ ગળે ઉતરે તેમ નથી તેમ કહેતાં વિશ્લેષકો તેવી પણ આશંકા વ્યક્ત કરે છે સંભવ તે પણ છે કે અમેરિકાનું શું એના ઉપર જે પ્રભુત્વ હતું તે હવે રહ્યું હોય તેમ લાગતું નથી.