Get The App

‘હું મારા ખિસ્સામાંથી સુનીતા વિલિયમ્સને ઓવરટાઇમના નાણાં આપીશ’ ટ્રમ્પની જાહેરાત

Updated: Mar 22nd, 2025

GS TEAM

Google News
Google News
‘હું મારા ખિસ્સામાંથી સુનીતા વિલિયમ્સને ઓવરટાઇમના નાણાં આપીશ’ ટ્રમ્પની જાહેરાત 1 - image


American President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાસાના અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પોતાના ખિસ્સામાંથી ઑવરટાઇમ આપવાની જાહેરાત કરી છે. વિલિયમ્સ અને વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી ડ્રેગનયાનમાં બેસીને 18 માર્ચે હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા બાદ તેમની ઑવરટાઇમનો મુદ્દો વિશ્વભરમાં ચર્ચાયો હતો, જોકે હવે ટ્રમ્પ તેમનો પોતાના ખિસ્સામાંથી નાણાં આપવાની જાહેરાત કરી છે.

હું ઓવરટાઇમ બાબતે અજાણ : ટ્રમ્પ

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ‘નાસા(NASA)ના અંતરિક્ષ યાત્રી વિલિયમ્સ અને વિલ્મોરને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રહેવા બદલ ઓવરટાઇમ ન મળતો હોવાની વાતથી હું અજાણ છું.’ તેમણે એમ પણ કહ્યું કે, હું અંતરિક્ષ યાત્રીઓના ઑવરટાઇમના ખર્ચને કવર કરી શકું છું.’

‘હું મારા ખિસ્સામાંથી ઓવરટાઇમ આપીશ’

વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પનું ધ્યાન દોરવામાં આવ્યું કે, ‘અંતરિક્ષ યાત્રીને સ્પેસ સ્ટેશનમાં લાંબા રોકાણ બદલ ઓવરટાઇમ અપાતું નથી, જ્યારે તેઓ દૈનિક 5 ડૉલરના હક્કદાર હતા. તેઓને 286 દિવસના કુલ 1430 ડૉલર (ભારતીય રકમ મુજબ 1 લાખ 22 હજાર 980) આપવા જોઈતા હતા.’ ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, મને આ વાતની માહિતી નથી, પરંતુ જો જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી પગાર આપીશ. તેઓએ સ્પેસમાં જે સહન કર્યું છે, તે તેમના માટે કોઈ મોટી વાત નથી.’

આ પણ વાંચો : Grokના વિવાદિત જવાબોથી ભારતમાં હોબાળા વચ્ચે મસ્કના રિએક્શને ઘા પર મીઠું ભભરાવ્યું...

ટ્રમ્પે મસ્કનો આભાર માન્યો

ત્યારબાદ ટ્રમ્પે સુનીતા વિલિયમ્સ (Sunita Williams), બુચ વિલ્મોર (Butch Wilmore), નિક હેગ (Nick Hague) અને રોસ્કોસ્મોસ(Roscosmos)ના અવકાશ યાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ(Aleksandr Gorbunov)ને ધરતી પર પરત લાવવા બદલ સ્પેસએક્સના ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો છે. આ તમામ અંતરિક્ષ યાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન અવકાશ યાનમાં સવાર થઈને બુધવાર(19 માર્ચ)ના રોજ ધરતી પર પરત ફર્યા છે.

જો મસ્ક ન હોત તો શું થાત?

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, ‘વિચારો, જો આપણી પાસે મસ્ક ન હોત તો શું થાત? ભલે અંતરિક્ષ યાત્રીઓ કેપ્સૂલમાં હતા, જોકે 9 અથવા 10 મહિના બાદ શરીર ખરાબ થવાનું શરુ થઈ જાય છે. 14-15 મહિના બાદ હાડકાં ખરાબ થઈ જાય છે. જો આપણી પાસે મસ્ક ન હોત તો તેઓ લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં જ રહેતા. નહીં તો મસ્ક સિવાય તેમને ધરતી પર કોણ લાવતું.

આ પણ વાંચો : રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી

Tags :