Get The App

ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય: રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા 100 અધિકારીઓની રાતોરાત કરી હકાલપટ્ટી!

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય: રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા 100 અધિકારીઓની રાતોરાત કરી હકાલપટ્ટી! 1 - image


રાષ્ટ્રીય સુરક્ષાને વધુ કડક કરવાના ઇરાદે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (NSC)માં તૈનાત 100 અધિકારીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં ડીપ-સ્ટેટને ખતમ કરવા પર લાગેલા ટ્રમ્પના નવા નિર્ણયને (કાર્યવાહક) NSA માર્કો રૂબિયોએ લાગુ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, જે 100 અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પરિષદથી હટાવાયા છે, તે તમામ ઇન્ડો-પેસિફિક, ઈરાન અને યુક્રેનથી જોડાયેલા ડેસ્ક પર તૈનાત હતા. ઇન્ડો-પેસિફિકમાં ભારત અને ચીનથી લઈને સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયા સામેલ છે.

ટ્રમ્પની કાર્યવાહી પાછળ ડીપ સ્ટેટ છે કારણ!

હવે NSAને આધીન ઓફિસમાં તૈનાત 100 અધિકારીઓને રાતોરાત હટાવવાનું કારણ ડીપ સ્ટેટ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે બાઇડન વહીવટીતંત્રને ડીપ સ્ટેટ ચાલવી રહ્યું હતું. તેવામાં ડીપ સ્ટેટથી જોડાયેલા અધિકારીઓને મહત્ત્વપૂર્ણ પદોથી હટાવવા ખુબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)માં અંદાજિત 300 અધિકારી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ સંખ્યાને 50 સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.

ટ્રમ્પે નવા NSAની થોડા જ અઠવાડિયામાં કરી હતી હકાલપટ્ટી

પોતાની બીજી ઇનિંગમાં અમેરિકન વહીવટીતંત્રની જવાબદારી સંભાળવાના થોડા અઠવાડિયામાં જ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇક વોલ્ટ્જને હાંકી કાઢ્યા હતા. વાલ્ટ્જ પર મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઓપરેશનની માહિતી સોશિયલ મીડિયા એપ સિગ્નલ પર એક ગ્રુપ દ્વારા લીક કરવાનો આરોપ હતો. આ ગ્રુપમાં વોલ્ટ્જે એક પત્રકારને પણ ભૂલથી જોડી લીધા હતા.

વિદેશ મંત્રીને મળી NSAની વધારાની જવાબદારી

વાલ્ટ્જને NSAના મહત્ત્વપૂર્ણ પદથી હટાવ્યા બાદ ટ્રમ્પે આ જવાબદારી વિદેશ સચિવ માર્કો રૂબિયોને સોંપી દીધી હતી. તેવામાં રૂબિયો જ હાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે.


Tags :