World

9/11ની 24મી વરસીએ 3,000થી વધુ દિવંગતોને અમેરિકાએ આપેલ 'પ્રકાશ અંજલિ'

By GS TEAM
11 Sep 20251 min read
9/11ની 24મી વરસીએ 3,000થી વધુ દિવંગતોને અમેરિકાએ આપેલ 'પ્રકાશ અંજલિ'

- 11/9/2001ની ઘટનાએ વિશ્વ રાજકારણ પલટી નાખ્યું : બેનઝીર ભુટ્ટો

- 2001ની આ તારીખે ન્યૂયોર્ક સ્થિત 'વર્લ્ડ ટ્રેડ સેન્ટર'ના ટિવન ટાવર્સ ઉપર વિમાનો અથડાવી વ્યાપક આગ ફેલાવી તેને ધરાશાઈ કરાયા હતા

ન્યૂયોર્ક : સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧, વિશ્વ પ્રસિદ્ધ  'વર્લ્ડ ટ્રેડ સેન્ટર'ના ટિવન ટાવર્સ ઉપર ઓસામા-બિન- લાદેનના અનુયાયીઓએ વિમાનો અથડાવી બંને ટાવર્સને જમીન દોસ્ત કર્યા, જેમાં ૩૦૦૦થી વધુ લોકોના નિધન થયા. આવા તેની ૨૪મી વરસીએ, સેંકડો અમેરિકનોએ તે સ્થળ પાસે પુષ્પાંજલિઓ તો મુકી હતી, પરંતુ રાત્રે ઝળહળતા પ્રકાશ ધોધ છોડી દિવંગતોને સાચા અર્થમાં પ્રકાશાંજલિ અર્પી હતી.

આ અસામાન્ય રાક્ષસી ઘટના અંગે બેનઝીર ભૂટ્ટોએ કહ્યું હતું કે આ ઘટના વિશ્વ રાજકારણને તદ્દન જુદો જ વળાંક આપી દેશે.

હવે ૯/૧૧ મેમોરિયલ મ્યુઝિયમ રચવામાં આવ્યું છે, તેમાં પ્રમુખ બેથ હીલમાને કહ્યું હતું કે, પ્રકાશ દ્વારા અપાયેલી શ્રધ્ધાંજલિ અર્પી છે. આ ટ્રિબ્યુટ-ઇન-લાઇટ તે આશરે ૩૦૦૦ દિવંગતોની સ્મૃતિની નિશાની છે.

તેઓએ વધુમાં કહ્યું કે, શ્રધ્ધાંજલિ કાર્યક્રમ એટલા માટે રચાયો છે કે, તે ઘટના બની ત્યારે આશરે ૧૦ કરોડ જેટલા અત્યારના નાગરિકો તો ઘણા નાના હશે. તેઓને તે યાદ પણ નહીં હોય, આથી આ પ્રકાશ અંજલિ દ્વારા અમે જનતામાં જાગૃતિ ફેલાવવા માગીએ છીએ.