Get The App

અમેરિકાના વેનેઝુએલા પર હુમલાથી ક્રૂડ ઓઈલ માટે રિલાયન્સને મોટા ફટકાની શક્યતા

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાના વેનેઝુએલા પર હુમલાથી ક્રૂડ ઓઈલ માટે રિલાયન્સને મોટા ફટકાની શક્યતા 1 - image

- રિલાયન્સ-વેનેઝુએલાની સરકારી કંપની પીડીવીએસએ વચ્ચે 15 વર્ષનો તેલ પુરવઠાનો કરાર છે

- 2024માં ભારતે વેનેઝુએલા પાસેથી ૧.૭૬ અબજ ડોલરનું ઓઈલ ઈમ્પોર્ટ કર્યું હતું, તેમાં મોટો હિસ્સો રિલાયન્સનો હતો

મુંબઈ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર વેનેઝુએલામાં ચાલી રહેલી ઉથલપાથલની અસર જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ રિલાયન્સનું રિફાઈનિંગ માળખું છે. તેની લાંબા ગાળાની સપ્લાય વ્યૂહરચના વેનેઝુએલાના ઊર્જા સંસાધનો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલનો જથ્થો હોવા છતાં તેની કમાણી અનેક દેશો કરતા ઓછી છે. તેની પાછળનું કારણ તેના ઓઈલની ગુણવત્તા છે. આ ઓઈલ ભારે હોવાથી તેના માટે સ્પેશિયલ રિફાઈનરીની જરૂર પડે છે. જે જામનગર ખાતે રિલાયન્સ પાસે ઉપલબ્ધ છે. રિલાયન્સની જામનગર રિફાઈનરી વિશ્વની સૌથી અત્યાધુનિક છે. તે વેનેઝુએલામાં ઉત્પાદિત થતા ગાઢ 'હેવી ક્રૂડ ઓઈલ'ને પ્રોસેસ કરવા સક્ષમ છે. 

રિલાયન્સ અને વેનેઝુએલાની સરકારી કંપની પીડીવીએસએ વચ્ચે ૧૫ વર્ષનો તેલ પુરવઠાનો કરાર છે. અમેરિકી પ્રતિબંધોને કારણે ઈમ્પોર્ટમાં ઘટાડો કરવાની અને ત્યારબાદ સંપૂર્ણ બંધ કરવાની ફરજ પડી હતી. જુલાઈ ૨૦૨૪માં મળેલી અમેરિકી મંજૂરી હેઠળ બંને કંપનીઓએ ફરીથી ઓઈલ સ્વેપ હેઠળ ઉત્પાદન શરૂ કર્યું હતું. આ વ્યવસ્થા હેઠળ રિલાયન્સના એક યુનિટે પીડીવીએસએને ૫ લાખ બેરલ હેવી નેપ્થા પહોંચાડયું હતું. રિપોર્ટ મુજબ, ભારતે ૨૦૨૪માં વેનેઝુએલા પાસેથી ૧.૭૬ અબજ ડોલરનું ઓઈલ ઈમ્પોર્ટ કર્યું હતું. તેમાંથી મોટો હિસ્સો રિલાયન્સનો હતો. 

રિલાયન્સે વેનેઝુએલાની સમસ્યાઓ વચ્ચે રશિયાના રસ્તા ઓઈલ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૨૦૨૫ના અંત સુધીમાં ભારતની કુલ આયાતમાં રશિયન ઓઈલનો હિસ્સો લગભગ ૫૦ ટકા હતો. જે વેનેઝુએલાના સંકટ સામે રક્ષણ સમાન હતું. રશિયન કંપનીઓને અમેરિકાએ બ્લેકલિસ્ટ કરતા રિલાયન્સે ૨૦૨૫ના અંતમાં ખરીદી અટકાવી રહી. રિપોર્ટ મુજબ, ૨૦૨૬ની શરૂઆતમાં રિલાયન્સ દ્વારા આશરે ૨૨ મિલિયન બેરલ રશિયન ઓઈલની ખરીદી કરવામાં આવી હતી.