ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર મોટી અપડેટ, US અધિકારીએ કહ્યું- 'અમે લક્ષ્યની ખુબ નજીક'
US India Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કરાર થવા જઈ રહ્યો છે. અમેરિકન અધિકારીએ ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારને લઈને એક મોટો સંકેત આપ્યો છે, જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે, વ્યાપાર કરાર ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ શકે છે. થોડા દિવસો પહેલા પણ એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે 9 જુલાઈ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને નિર્ણય લેવાઈ જશે.
બંને દેશો વચ્ચે વ્યાપાર ચર્ચા ઝડપથી ચાલી રહી છે, કારણ કે અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાગૂ કર્યો છે અને તેને 90 દિવસ એટલે કે 8 જુલાઈ સુધી રોક્યો છે. તેવામાં બંને દેશોનો પ્રયાસ છે કે આ તારીખ પહેલા ઓછામાં ઓછા ટેરિફને લઈને બંને દેશો વચ્ચે એક સહમતિ બની જાય.
અમેરિકન અધિકારી શું કહ્યું?
વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હૈસેટનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ભારત તે પસંદ કરાયેલા જૂથમાં સામલે છે, જેની સાથે કરાર અંતિમ તબક્કામાં છે. તેમનું આ નિવેદન એટલા માટે પણ ખાસ છે, કારણ કે આ વચ્ચે અમેરિકાને મજબૂત વેપાર પ્રસ્તાવ આપનારા દેશો માટે ટેરિફને 10 ટકા અથવા તેનાથી ઓછો કરવાની પોતાની તત્પરતાના સંકેત આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર અંદાજિત 15 દેશોના પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે અને થોડા અઠવાડિયામાં કેટલીક ડીલને અંતિમ રૂપ આપવાનો ટાર્ગેટ રાખે છે. આ રણનીતિ તમામ દેશોના ટેરિફથી હટીને વધુ સિલેક્શન અને પ્રોત્સાહન દ્રષ્ટિ તરફ બદલાવના સંકેત છે.