અમેરિકા દ. કોરિયાની લશ્કરી કવાયત ચાલુ
આ એરક્રાફ્ટ સાથે મિસાઇલ ક્રૂઝર યુ.એસ.એસ. રોબર્ટ સ્મોલ્સ યુ.એસ.એસ. મિલિયસ અને યુ.એસ.એસ. શૌર્ય ઐજીસ પણ જોડાયાં
સીઉલ: યુ.એસ.ન્યુક્યિલર એરક્રાફ્ટ કેરિયર જ્યોર્જ વૉશિંગ્ટન દક્ષિણ કોરિયાનાં બુસાન નૌકા મથકે લાંગરવામાં આવ્યું. આ માહિતી આપતાં દ. કોરિયાનાં સરકારી મીડીયા યોન હેમ જણાવે છે કે આ ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરની સાથે મિસાઇલ્સ ક્રૂઝર યુ.એસ.એસ. રોબર્ટ સ્મોલ્સ, યુ.એસ.એસ. મિલિયસ અને યુ.એસ.એસ. શૌર્ય ઐજીસ પણ જોડાયાં છે.
આ યુદ્ધ જહાજો પુરવઠો પૂરો પાડવા અને ક્રૂઝે આરામ આપવા માટે દક્ષિણ કોરિયાનાં આ નૌકા મથકે લંગારવામાં આવ્યાં છે. તેમ દ.કોરિયાનાં નેવીએ જણાવ્યું છે. આ સાથે દ.કોરિયાનાં નેવીએ કહ્યું આ પાછળ હેતુ બંને દેશોનાં નેવી વચ્ચે સંકલન સાધી સંરક્ષણ શક્તિ વધારવાનો છે.
દ.કોરિયાના નવા પ્રમુખ લી જેમીયુંગનાં શાસન કાળમાં અમેરીકી નૌકા દળ જૂથ દેશની મુલાકાતે આવ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.
૨૮ ઓક્ટોબરે જાપાનના વડાપ્રધાન સાની શકૈસએ યુ.એસ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરક્રાફ્ટ કેરિયર યુ.એસ.એસ.જ્યોર્જ વૉશિંગ્ટનની યોકોસુકામાં મુલાકાત લીધી હતી.
આ પૂર્વે અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેંટે આ સપ્તાહનાં પ્રારંભે દ.કોરિયાની મુલાકાત લીધી હતી. તેમણે દ.કોરિયાના સંરક્ષણ મંત્રી અહન ગ્લુબેક સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અમેરિકા દ.કોરિયાનાં સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તેમજ પ્રમુખ ટ્રમ્પે આપેલાં વચન પ્રમાણે અમેરિકા દ.કોરિયા માટે અમેરિકાનાં શિપયાર્ડમાં ન્યુક્લિયર પાવર્ડ સબમરીન્સ બાંધી આપશે.


