અમેરિકામાં નવી તપાસ શરુ થતાં ભારત સાથેના વેપાર સંબંધો બગડવાની આશંકા, 1.6 અબજ ડૉલર દાવ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Tariff News : અમેરિકાએ એક નવી તપાસ શરુ કરી છે જે ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપી શકે છે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો પણ બગડી શકે છે. અમેરિકાની આ તપાસને કારણે લગભગ 1.6 અબજ ડૉલરની ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચવાની આશંકાઓ વધી ગઈ છે.
ભારતને કેમ વધુ ખતરો?
અહીં જે ઇન્ડ્રસ્ટીની વાત થઈ રહી છે તે સોલર એનર્જી છે. અમેરિકા ભારત, લાઓસ અને ઈન્ડોનેશિયાથી સોલર પેનલ ઇમ્પોર્ટ કરે છે. અમેરિકા હવે આ સેક્ટરની તપાસ અને વિશ્લેષણ કરી રહ્યું છે. જેને લઈને એવા ક્યાસ છે કે ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ ઝીંકવામાં આવી શકે છે. ખાસ કરીને ભારત પર તેની વધુ અસર થશે કેમ કે અમેરિકાએ ભારત સામે પહેલાથી 50 ટકા ટેરિફ લાગુ કરી દીધો છે.
આ પણ વાંચો: ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો, કોર્ટે ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે આપ્યો મોટો ચુકાદો
ચીનની કંપનીઓ અંગે તપાસ
અમેરિકન ઇન્ટરનેશનલ ટ્રેન્ડ કમિટી (ITC) શુક્રવારે સર્વાનુમતે તપાસ શરુ કરી હતી જે આ દાવાની તપાસ કરશે કે ચીનની સપોર્ટિવ કંપનીઓ વર્તમાન ટેરિફથી બચવા અને અમેરિકાના બજારમાં દબદબો વધારવા માટે બાકી દેશોનો ઉપયોગ કરી રહી છે. આઇટીસીએ તેના તર્કમાં કહ્યું છે કે ભારત અને અન્ય દેશોથી ઓછા ખર્ચે આયાતમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ઘરેલું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ક્લિન એનર્જીમાં અબજો ડૉલરના રોકાણને ખતરો ઊભો થઈ રહ્યો છે. અલાયન્સ ફોર અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડના પ્રમુખ વકીલ ટીમ બ્રાઇટબિલે કહ્યું કે આઇટીનો આજેનો નિર્ણય અમારી અરજીઓમાં લગાવેલા આરોપોની પુષ્ટિ કરે છે.









