World

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે અમેરિકાએ હાથ ઊંચા કર્યા! US ઉર્જા મંત્રીએ કહ્યું- 'અમે જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી'

By GS TEAM
12 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થાની લાઇફલાઇન ગણાતી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકાએ મોટી કબૂલાત કરી છે. અમેરિકન નેવીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ હાલ આ દરિયાઈ માર્ગથી પસાર થનારા કોમર્શિયલ જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે અમેરિકાએ હાથ ઊંચા કર્યા! US ઉર્જા મંત્રીએ કહ્યું- 'અમે જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી'

Strait of Hormuz News: ઈરાન સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થાની લાઇફલાઇન ગણાતી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકાએ મોટી કબૂલાત કરી છે. અમેરિકન નેવીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ હાલ આ દરિયાઈ માર્ગથી પસાર થનારા કોમર્શિયલ જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મામલે અમેરિકાએ હાથ ઊંચા કર્યા! 

આ સ્થિતિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદનોથી અલગ નજરે આવે છે. ટ્રમ્પે કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે, 'જરૂર પડવા પર અમેરિકન ટેન્કરોને સુરક્ષિત રસ્તો આપવા માટે નેવી એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવાશે. બુધવારે જ ટ્રમ્પે ઓઈલ કંપનીઓથી ડર્યા વગર સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તે ઓઈલ ટેન્કરોને નિકળવાની સલાહ આપી હતી.

US ઉર્જા મંત્રીએ કહ્યું- 'અમે જહાજોને સુરક્ષા આપવાની સ્થિતિમાં નથી'

પરંતુ અમેરિકન ઉર્જા મંત્રી ક્રિસ રાઇટે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું કે, હાલના જોખમો ખુબ વધુ છે અને નેવીની સુરક્ષા હજુ શક્ય નથી. આ અગાઉ ઈરાની સેનાના અધિકારીએ કટાક્ષ કરતા અમેરિકન નૌસેનાને ચેલેન્જ આપી હતી કે તેઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી પસાર થનારા ઓઈલ ટેન્કરોને એસ્કોર્ટ કરે.

જોકે, શિપિંગ ઉદ્યોગ તરફથી લગભગ દરરોજ કરાઈ રહેલી અપીલ છતાં અમેરિકન નેવીનું કહેવું છે કે, હાલની સ્થિતિમાં હુમલાનો ખતરો એટલો વધારે છે કે હાલ સૈન્ય સુરક્ષા આપવી શક્ય નથી. સૂત્રોના અનુસાર, નેવીએ શિપિંગ અને ઓઈલ કંપનીઓની સાથે નિયમિત બ્રીફિંગમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી હુમલાઓનું જોખમ ઓછું નથી થતું, ત્યાં સુધી એસ્કોર્ટ મિશન શરૂ નહીં કરવામાં આવે.

આ પણ વાંચો: ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

આ રૂટથી પસાર થાય છે દુનિયાનો 20 ટકા ઓઈલ

જણાવી દઈએ કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ કરાયા બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજોની અવરજવર લગભગ અટકી ગઈ છે. આ એ જ જળમાર્ગ છે, જ્યાંથી થઈને દુનિયાના અંદાજિત 20 ટકા ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પસાર થાય છે. ઈરાની સેનાથી જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ કરી દેવાયું છે અને જે પણ જહાજ ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના પર હુમલો કરી દેવાશે. ગત દિવસોમાં કેટલાક જહાજો પર હુમલા પણ થઈ ચૂક્યા છે.