World

ડઝનબંધ ફાઈટર જેટ લઈને ઈરાનમાં ઘૂસી અમેરિકાની સેના! જાણો યુદ્ધ વચ્ચે કેવી રીતે પાયલટને કર્યો રેસ્ક્યૂ

By GS TEAM
5 Apr 20264 mins read
TukuTouch Logo
ગયા શુક્રવારે, અમેરિકાનું બે બેઠકો ધરાવતું F-15E સ્ટ્રાઇક ઇગલ (F-15E Strike Eagle) યુદ્ધ વિમાન ઇરાની આકાશમાં હતું ત્યારે ઇરાનના એર ડિફેન્સ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ વિમાનમાં એક પાયલોટ અને એક વેપન્સ સિસ્ટમ ઓફિસર (WSO) સવાર હતા. વિમાન ક્રેશ થયું ત્યારે બંને સભ્યો પેરાશૂટની મદદથી ઇજેક્ટ કરવામાં સફળ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ડઝનબંધ ફાઈટર જેટ લઈને ઈરાનમાં ઘૂસી અમેરિકાની સેના! જાણો યુદ્ધ વચ્ચે કેવી રીતે પાયલટને કર્યો રેસ્ક્યૂ
Image X

Iran America War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને ચોંકાવનારી જાહેરાત કરતા જણાવ્યું કે, ઇરાની સરહદમાં તોડી પાડવામાં આવેલા અમેરિકાના F-15 ફાઇટર જેટના ગુમ થયેલા ક્રૂ મેમ્બરને અત્યંત જોખમી અને ચમત્કારિક રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં અમેરિકાએ પોતાની અત્યંત ઘાતક સૈન્ય તાકાત અને સેંકડો સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડોનો ઉપયોગ કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ગયા શુક્રવારે, અમેરિકાનું બે બેઠકો ધરાવતું F-15E સ્ટ્રાઇક ઇગલ (F-15E Strike Eagle) યુદ્ધ વિમાન ઇરાની આકાશમાં હતું ત્યારે ઇરાનના એર ડિફેન્સ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ વિમાનમાં એક પાયલોટ અને એક વેપન્સ સિસ્ટમ ઓફિસર (WSO) સવાર હતા. વિમાન ક્રેશ થયું ત્યારે બંને સભ્યો પેરાશૂટની મદદથી ઇજેક્ટ કરવામાં સફળ રહ્યા હતા.

પાયલોટને વિમાન તૂટી પડ્યાના ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરી લેવાયો હતો, પરંતુ વેપન્સ સિસ્ટમ ઓફિસર, જેઓ અમેરિકાના એક અત્યંત સન્માનિત કર્નલ છે, તેઓ ઇરાનના પહાડી વિસ્તારોમાં ગુમ થઈ ગયા હતા. ઇરાની સૈન્ય અને ત્યાંના સ્થાનિકો તેમને પકડવા માટે શોધખોળ કરી હતી. ઇરાની મીડિયાના અહેવાલો મુજબ, તેહરાને આ પાયલોટને જીવતો પકડનાર નાગરિક માટે 66,000 ડોલર (અંદાજે 55 લાખ રૂપિયા) ના ઇનામની જાહેરાત પણ કરી હતી.

રેસ્ક્યુ ઓપરેશનનો પ્લાન માટે CIA ની માસ્ટર ગેમ

અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ને જાણ હતી કે, ઇરાની દળો કર્નલની ખૂબ જ નજીક પહોંચી રહ્યા છે. સમય ઓછો હતો અને જોખમ વધારે. આ પરિસ્થિતિમાં CIA એ એક ચાલ ચાલી હતી. તેમણે ઇરાની એજન્સીઓ વચ્ચે એવી અફવા ફેલાવી દીધી કે અમેરિકી દળોએ પાયલોટને શોધી લીધો છે અને તેને જમીની માર્ગે બહાર લઈ જવામાં આવી રહ્યો છે.

આ ડિસેપ્શન કેમ્પેઈનને (છેતરપિંડીની વ્યૂહરચના) કારણે ઇરાની સૈન્યનું ધ્યાન ભટક્યું. તે દરમિયાન CIA એ અત્યાધુનિક સેન્સર્સ અને સેટેલાઇટની મદદથી પહાડોમાં છુપાયેલા કર્નલનું સચોટ લોકેશન શોધી કાઢ્યું. પાયલોટ પહાડી રસ્તાઓ પર પગપાળા ચાલીને દુશ્મનોથી બચી રહ્યા હતા. જેવું લોકેશન કન્ફર્મ થયું કે તરત જ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોને ગો અહેડનો આદેશ આપ્યો હતો.

ઓપરેશનમાં વપરાયેલા ઘાતક હથિયારો અને બીસ્ટ હેલિકોપ્ટર

ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ મિશનમાં ડઝનબંધ એવા એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા જે દુનિયાના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ હતા. આ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હથિયારોમાં 

HH-60W Jolly Green II: આ હેલિકોપ્ટરને આ મિશનનું બીસ્ટ કહેવામાં આવે છે. તે દુશ્મનના વિસ્તારમાં ઉતરીને રેસ્ક્યુ કરવા માટે જ બનેલું છે. તેમાં સેલ્ફ-સીલિંગ ફ્યુઅલ ટેન્ક, રાત્રે જોવા માટેના એડવાન્સ સેન્સર્સ અને ભીષણ ગોળીબાર વચ્ચે પણ પાયલોટને હવામાં ખેંચી લેવા માટે પાવરફુલ હોઇસ્ટ (દોરડું) હોય છે.

A-10 Warthog: આ એટેક જેટ્સ રેસ્ક્યુ ટીમને હવામાંથી સુરક્ષા આપવા માટે તૈનાત હતા. તેમણે જમીન પર રહેલા ઇરાની કાફલા પર બોમ્બમારો કરી તેમને પાયલોટથી દૂર રાખ્યા હતા.

F-35 Stealth Jets: આ સ્ટીલ્થ વિમાનો ઇરાની રડારને જામ કરવા અને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે ચોક્કસ અંતરે ઉડી રહ્યા હતા.

HC-130 Tanker: મધદરિયે કે હવામાં જ ઇંધણ ભરવા માટે આ વિમાન સતત હવામાં હતું જેથી રેસ્ક્યુ ટીમ પાછી ન પડવી પડે.


આ પણ વાંચો: ખેડા: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગારધામ ચલાવતા ઝડપાયો, સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી

દુશ્મનના ગઢમાં ભીષણ ગોળીબાર

અહેવાલ મુજબ, આ ઓપરેશન રાત્રિના અંધારામાં શરૂ થયું હતું અને સવાર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન ઇરાની ધરતી પર અમેરિકી સ્પેશિયલ ફોર્સિસ અને ઇરાની ગાર્ડ્સ વચ્ચે સામસામે ભીષણ ગોળીબાર (Firefight) થયો હતો. ઇરાને અમેરિકી બ્લેક હોક હેલિકોપ્ટર પર હુમલો કર્યો હતો. જેમાં ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા, પરંતુ તેમ છતાં મિશન અટક્યું નહીં. ગોળીબારની વચ્ચે જ અમેરિકી કમાન્ડોએ કર્નલને હેલિકોપ્ટરમાં ખેંચી લીધા અને પલવારમાં ત્યાંથી રવાના થઈ ગયા.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અમે કોઈને પાછળ છોડતા નથી

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે, આ બહાદુર યોદ્ધા ઇરાનના ખતરનાક પહાડોમાં દુશ્મન રેખાઓની અંદર હતા. દુશ્મનો દર કલાકે તેમની નજીક પહોંચી રહ્યા હતા, પણ તેઓ ક્યારેય એકલા નહોતા. તેમનું લોકેશન 24 કલાક મોનિટર કરવામાં આવતું હતું. આપણે એક પણ અમેરિકી સૈનિકને ગુમાવ્યા વગર આ ઓપરેશન પાર પાડ્યું છે. આ આપણી હર હંમેશની વાયુસેનાની સર્વોપરિતા સાબિત કરે છે. ટ્રમ્પે વધુમાં ખુલાસો કર્યો કે શનિવારે પણ એક અન્ય પાયલોટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી તે સમયે ગુપ્ત રાખવામાં આવી હતી. જેથી બીજા મિશન પર કોઈ ખતરો ન આવે.

ઇરાનનો દાવો રેસ્ક્યુ ઓપરેશન ફેલ ગયું છે

સામે પક્ષે ઇરાની સૈન્ય (IRGC) અને તસ્નીમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, તેમણે ઇસ્ફાહાનના દક્ષિણી વિસ્તારમાં અમેરિકાના એક C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન અને બે બ્લેક હોક હેલિકોપ્ટરોને તોડી પાડ્યા છે. ઇરાનનો આક્ષેપ છે કે, અમેરિકી મિશન નિષ્ફળ રહ્યું છે અને તેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. જોકે, અમેરિકાએ આ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે.

વૈશ્વિક પ્રત્યાઘાત

આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ રશિયન એન્જિનિયરો ઇરાન છોડી રહ્યા છે, બીજી તરફ અમેરિકાએ ઇરાનના તેલ અને ગેસ પ્લાન્ટ્સ પર હુમલા તેજ કર્યા છે. ટ્રમ્પે તમામ અમેરિકનોને આ જીત પર ગર્વ કરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે અમેરિકાની સૈન્ય શક્તિ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અને ઘાતક છે.