World

'...તો ટેરિફથી કમાયેલા અબજો ડૉલર પરત કરવા પડશે', ટ્રમ્પના મંત્રીને કઈ વાતનો ડર પેઠો?

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
વિશ્વના 70થી વધુ દેશો પર ટેરિફ વધાર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાની કોર્ટે કહ્યું છે કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ આંતરિક મુશ્કેલીનો સામનો કરવા માટે બનાવેલા 1977ના કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દરેક દેશ પર આ રીતે ટેરિફ લાદી શકાય નહીં.' આ દરમિયાન નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું કે, 'જો કોર્ટ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે આદેશ આપે છે, તો ટેરિફથી કમાયેલી રકમનો ઓછામાં ઓછો અડધો ભાગ અમેરિકાના ખજાનામાંથી પરત કરવો પડશે. અમેરિકાને અબજો ડૉલર પરત કરવા પડી શકે છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'...તો ટેરિફથી કમાયેલા અબજો ડૉલર પરત કરવા પડશે', ટ્રમ્પના મંત્રીને કઈ વાતનો ડર પેઠો?

US President Donald Trump Tariff: વિશ્વના 70થી વધુ દેશો પર ટેરિફ વધાર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાની કોર્ટે કહ્યું છે કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ આંતરિક મુશ્કેલીનો સામનો કરવા માટે બનાવેલા 1977ના કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દરેક દેશ પર આ રીતે ટેરિફ લાદી શકાય નહીં.' આ દરમિયાન નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું કે, 'જો કોર્ટ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે આદેશ આપે છે, તો ટેરિફથી કમાયેલી રકમનો ઓછામાં ઓછો અડધો ભાગ અમેરિકાના ખજાનામાંથી પરત કરવો પડશે. અમેરિકાને અબજો ડૉલર પરત કરવા પડી શકે છે.'

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ટેરિફ અંગે શું કહ્યું....

એક મીડિયા ઈન્ટરવ્યુમાં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું કે, 'જો ટેરિફનો અડધો ભાગ પણ પરત કરવો પડે, તો અમેરિકાના ખજાના પર ખૂબ જ ખરાબ અસર પડશે. જો કોર્ટ આદેશ આપે છે, તો અમારે તેને કોઈપણ કિંમતે પરત કરવી પડશે. જોકે, વિશ્વાસ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર કોર્ટમાં પણ જીતી જશે.'

અમેરિકાની એક કોર્ટે 29મી ઓગસ્ટ 2025ના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'આટલા બધા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવા એ નિયમોનું ઉલ્લંઘન છે.' કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે 14ની ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટને નવેમ્બરની શરૂઆતમાં કેસની સુનાવણી કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા, જાહેરમાં પેશાબ કરવા બદલ ટોક્યો હતો

ઉલ્લેખનીય છે કે, નવા ટેરિફ દરો લાગુ થયા પછી અમેરિકા કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને 70 અરબ ડૉલર એકત્રિત કર્યા છે. આ આખા વર્ષમાં એકત્રિત કરાયેલી ડ્યુટીના અડધા કરતા થોડું ઓછું છે. જો 2026માં આ અરજી પર નિર્ણય લેવામાં આવે છે, તો અમેરિકાને 750 અબજ ડૉલર સુધી પાછા પરત કરવા પડી શકે છે. આનાથી અમેરિકાના ખજાના પર ખૂબ જ ખરાબ અસર પડશે.

ટ્રમ્પે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવા પર શું કહ્યું?

તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું ખૂબ જ નિરાશ છું કારણ કે ભારત રશિયા પાસેથી ઘણું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. અમેરિકાએ ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે, જે કુલ 50 ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારા સારા સંબંધો છે અને વડાપ્રધાન મોદી પણ થોડા મહિના પહેલા અમેરિકા આવ્યા હતા.'