Get The App

H1B વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત! મેડિકલ ક્ષેત્રના કર્મીઓને અપાઈ શકે છે છૂટ

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
H1B વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત! મેડિકલ ક્ષેત્રના કર્મીઓને અપાઈ શકે છે છૂટ 1 - image


Trump Admin Considers Relief for Medical Staff in H1B Visa Fee Hike : ટ્રેડ ડીલ અને ટેરિફ અંગે વિવાદ બાદથી જ ભારત અને અમેરિકાના સંબંધોમાં સતત ખટાશ વધી રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીઝમાં તોતિંગ વધારો કરી 1 લાખ ડોલર કરી નાંખી. H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો જ ઉઠાવતા હતા. જોકે હવે ટ્રમ્પની ટીમ દ્વારા આ મામલે પણ યુટર્નના સંકેત મળ્યા. હવે કહેવાઈ રહ્યું છે કે અમુક લોકોને ફીઝમાં છૂટ અપાઈ શકે છે. 

આ લોકોને મળી શકે છે છૂટ

H1B વિઝામાં ફીઝ વધારાના કારણે સૌથી મોટો ઝટકો અમેરિકાની દિગ્ગજ ટેક અને આઈટી કંપની તથા મેડિકલ ક્ષેત્રને થયો છે. આ નિર્ણયના કારણે કંપનીઓ અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ડૉક્ટર તથા મેડિકલ રેસિડેન્ટ્સને ફીઝ વધારામાંથી છૂટ આપવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સે અંગે જાણકારી આપી છે.

નોંધનીય છે કે અમેરિકાના દૂરસુદૂર ગ્રામીણ વિસ્તારોમાં ભારતથી ગયેલા તબીબો જ સેવાઓ પૂરી પાડે છે. એવામાં વિઝા ફી વધારા બાદ ત્યાંનાં દર્દીઓ પર તેની સીધી અસર થઈ શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બોબી મુક્કામલાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

Tags :