Get The App

AI ક્ષેત્રે ભારતીયોની જરૂર, H1B વિઝાની ફી ઘટાડો: અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
AI ક્ષેત્રે ભારતીયોની જરૂર, H1B વિઝાની ફી ઘટાડો: અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર 1 - image


Trump’s H1B Visa Fee Hike Sparks Backlash : ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ભારેખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા જતાં હતા તેમને મોટો ફટકો પડ્યો. આ સિવાય પણ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી જ છે. એવામાં હવે અમેરિકામાં જ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ શરૂ થયો છે. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને ટ્રમ્પને H1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા અપીલ કરી છે. 

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની વધારીને 1 લાખ ડોલર કરી નાંખી. જેના વિરોધમાં અમી બેરા, સાલુદ કાર્બાજલ, જૂલી જોન્સને ટ્રમ્પને પત્ર લખ્યો. સાંસદોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે ભારત સાથેની પાર્ટનરશિપ પર માઠી અસર થશે. સાથે સાથે અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મોટો ફટકો પડશે. 

સાંસદોએ કહ્યું કે આ વિઝાના કારણે જ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ક્ષેત્રે અમેરિકામાં સારી એવી હરીફાઈ થાય છે. જેનો લાભ છેવટે તો અમેરિકાને જ થવાનો. અમારી અપીલ છે કે આ નીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એવા સમયમાં જ્યારે ચીન AI ક્ષેત્રે ભારે રોકાણ કરી રહ્યું છે ત્યારે અમેરિકાએ દુનિયાની પ્રતિભાઓને આપણાં દેશમાં આકર્ષિત કરવો જોઈએ.

Tags :