World

'બધા ભારતીયોને તગેડી મૂકો નહીંતર...', અમેરિકન પત્રકારે ઝેર ઓક્યું, ડરામણી ભવિષ્યવાણી કરી

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ફેલાવતા તત્ત્વો વધુ સક્રિય બન્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને હડકંપ મચાવ્યો છે. તેમે દાવો કર્યો છે કે વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બધા ભારતીયોને તગેડી મૂકો નહીંતર...', અમેરિકન પત્રકારે ઝેર ઓક્યું, ડરામણી ભવિષ્યવાણી કરી

US Journalist Controversy: અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ફેલાવતા તત્ત્વો વધુ સક્રિય બન્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને હડકંપ મચાવ્યો છે. તેમે દાવો કર્યો છે કે વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે.

મેટ ફોર્નીની ડરામણી ભવિષ્યવાણી

અહેવાલો અનુસાર, મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત તેની ચરમસીમાએ હશે. ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો હિંસક હુમલાઓનું નિશાન બનશે. આ હુમલાઓ શ્વેત અમેરિકનો નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકો અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. ભારતીયોના જીવ બચાવવા માટે તેણે અત્યારે જ 'દેશનિકાલ' (Deport) કરીને ભારત મોકલી દેવા જોઈએ. જોકે, વિવાદ પછી તેણે આ પોસ્ટ ડિલિટ કરી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષાનો દોર, 1800થી વધુ ફ્લાઈટો કેન્સલ થતાં લોકો રઝળી પડ્યાં

કોણ છે મેટ ફોર્ની?

મેટ ફોર્ની એક અમેરિકન લેખક અને પત્રકાર છે જે લાંબા સમયથી ઇમિગ્રેશન વિરોધી માનસિકતા ધરાવે છે. ભારતીય વિરોધી અને નફરતભર્યા નિવેદનો આપવા બદલ તેને તાજેતરમાં જ અમેરિકન મીડિયા આઉટલેટ 'ધ બ્લેઝ' માંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તે ભારતીયોને રોજગારી આપતા H-1B વિઝા કાર્યક્રમનો પ્રખર વિરોધી રહ્યો છે અને સતત ભારતીય મૂળના લોકો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. તે પ્લેટફોર્મ X પર તે વારંવાર ભારતીયો માટે અપમાનજનક ટિપ્પણીઓ કરવા માટે જાણીતો છે.

ભારતીય સમુદાયમાં ચિંતા

અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ પ્રકારના નિવેદનો ચિંતાનો વિષય છે. તાજેતરમાં અમેરિકાના વિવિધ શહેરોમાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલા બાદ આ પ્રકારની ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. જોકે, નિષ્ણાતો આને પાયાવિહોણી નિવેદનબાજી ગણાવી રહ્યા છે, પરંતુ સાયબર સેલ અને અમેરિકી સત્તાવાળાઓ આવા દ્વેષપૂર્ણ ભાષણો પર નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મેટ ફોર્ની જેવા લોકો દ્વારા ફેલાવવામાં આવતી નફરત અમેરિકાના સામાજિક માળખા અને ભારતીય-અમેરિકન સંબંધો માટે જોખમી સાબિત થઈ શકે છે.