અમેરિકા-ઈઝરાયલનો ફરી ઘાતક હુમલો, ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ કમાન્ડરનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Israel Iran War: અમેરિકા અને ઇઝરાયલ સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન મક્કમતાથી મેદાને છે, પરંતુ આ દરમિયાન તેના અનેક મોટા કમાન્ડરો માર્યા ગયા છે. હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક સ્પેશિયલ યુનિટના કમાન્ડરનું મોત થયું છે. ઈરાનના સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે.
વરિષ્ઠ IRGC અધિકારીનું મોત
ઈરાની મીડિયા અનુસાર, બુધવારે થયેલા હુમલામાં ફતેહીન સ્પેશિયલ યુનિટના કમાન્ડર મોહમ્મદ અલી ફથઅલીઝાદેહ મોત નીપજ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વરિષ્ઠ IRGC અધિકારીનું મોત બુધવાર, 1 એપ્રિલના રોજ થયું હતું, જેને 'રમઝાનનું યુદ્ધ' તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
ફતેહીન યુનિટ IRGCનો ભાગ
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, 'ફતેહીન યુનિટના કમાન્ડર જનરલ મોહમ્મદ અલી ફથઅલીઝાદેહે ગઈકાલે (બુધવારે) રમઝાનના યુદ્ધ દરમિયાન શહીદી પ્રાપ્ત કરી અને શહીદ નાયકોની હરોળમાં સામેલ થઈ ગયા.' હાલમાં આ ઘટના અંગે વધુ વિગતો સામે આવી નથી. ફતેહીન યુનિટ IRGCનો ભાગ છે અને તેના સભ્યોને એડવાન્સ મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ યુનિટ અગાઉ સીરિયા જેવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પણ તૈનાત કરવામાં આવ્યું છે.
IRGC નેવી ચીફ અલીરેઝા તંગસીરીનું પણ મોત
આ અગાઉ માર્ચના છેલ્લા અઠવાડિયામાં IRGC નેવી ચીફ અલીરેઝા તંગસીરી પણ હુમલામાં માર્યા ગયા હોવાના સમાચાર આવ્યા હતા. તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની વ્યૂહનીતિના મુખ્ય ચહેરાઓમાંના એક હતા. તે જ સમયે, બસીઝ ફોર્સના વડા ગુલામરેઝા સુલેમાની પણ માર્ચમાં માર્યા ગયા હતા. બસીઝ એ IRGCનું પેરામિલિટરી યુનિટ છે, જે દેશની અંદર સુરક્ષા અને નિયંત્રણ સંબંધિત મહત્વપૂર્ણ કાર્યો કરે છે.
આ પણ વાંચો: યુદ્ધ વિરામની આશા! પાકિસ્તાન ફેઈલ જતાં અમેરિકા-ઈરાનનું સંઘર્ષ અટકાવવા આ દેશ મેદાને
અમેરિકાએ ઈરાન વિરુદ્ધ યુદ્ધની શરૂઆતમાં જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈને એરસ્ટ્રાઈકમાં મારી નાખ્યા હતા. આ એરસ્ટ્રાઈકમાં ખામેનેઈના પરિવારના અનેક સભ્યો માર્યા ગયા હતા, જેમાં તેમની પુત્રવધૂ એટલે કે નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પત્ની પણ સામેલ હતી.









