'નરકમાં તમારું સ્વાગત છે...', ઈરાનમાં સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા, તેહરાન ટાઈમ્સે આપી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ભયાનક વળાંક પર પહોંચ્યું છે. અમેરિકા દ્વારા ઈરાન પર જમીની હુમલાની અટકળો વચ્ચે તેહરાને સીધી અને આકરી ચેતવણી આપી છે. ઈરાનના પ્રતિષ્ઠિત અખબાર તેહરાન ટાઇમ્સે અમેરિકી સૈનિકોના ફોટા સાથે હેડલાઈન આપી છે "નરકમાં તમારું સ્વાગત છે."
ઈરાન અમેરિકી સૈનિકો માટે કબ્રસ્તાન બનશે
ઈરાની મીડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની ધરતી પર સૈનિકો મોકલશે, તો તે સૈનિકો માત્ર તાબૂતમાં જ પાછા જશે. આ ચેતવણી એવા સમયે આવી છે. જ્યારે અહેવાલો મુજબ અમેરિકા મિડલ ઈસ્ટમાં વધુ 10,000 સૈનિકો તૈનાત કરવા પર વિચાર કરી રહ્યું છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ લશ્કરી હિલચાલ તેજ થઈ ગઈ છે.
લાલ સાગર અને બાબ અલ-મંડેબ પર ખતરો
ઈરાને અમેરિકાને ઘેરવા માટે પ્રોક્સી વોરનો પ્લાન પણ તૈયાર રાખ્યો છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, જો અમેરિકા જમીની હુમલો કરશે તો યમનના હૂતી વિદ્રોહીઓને સક્રિય કરવામાં આવશે. હૂતીઓને લાલ સાગરમાં પસાર થતા જહાજો પર ફરીથી હુમલા કરવાના નિર્દેશ આપવામાં આવશે. ઈરાને ધમકી આપી છે કે તેઓ બાબ અલ-મંડેબ જળડમરુમધ્યમાં જહાજોની અવરજવર સંપૂર્ણપણે રોકી દેશે, જે વૈશ્વિક વેપાર માટે મોટી આફત બની શકે છે.
આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો
ટ્રમ્પના મિલિટરી ઓપ્શન્સ
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, વધારાના સૈનિકો મોકલવાનો હેતુ ટ્રમ્પ પાસે લશ્કરી વિકલ્પો વધારવાનો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના હુમલાઓ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યા. મિડલ ઈસ્ટમાં પહેલાથી જ હજારો પેરાટ્રૂપર્સ અને મરીન સૈનિકો તૈનાત છે, જેમાં હવે નવા સૈનિકોનો ઉમેરો થઈ શકે છે. ઈરાનનો દાવો છે કે, તેઓ કોઈપણ જમીની આક્રમણનો સામનો કરવા તૈયાર છે. આ સંઘર્ષ હવે માત્ર હવાઈ હુમલા પૂરતો મર્યાદિત ન રહેતા સંપૂર્ણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવું દેખાય છે.









