World

શાંતિ મંત્રણા પાર્ટ-2? પાકિસ્તાન ફરી યજમાની માટે તૈયાર, ટ્રમ્પે કહ્યું- ડીલ માટે ઈરાને સામેથી ફોન કર્યો

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
Trump Claims Iran Ready for Deal as Second Talks Planned : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા છ સપ્તાહ લાંબા સંઘર્ષને કાયમી વિરામ આપવા માટે ફરી એકવાર મંત્રણાના ટેબલ પર આવવાની તૈયારીઓ તેજ થઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ મંત્રણા પાર્ટ-2? પાકિસ્તાન ફરી યજમાની માટે તૈયાર, ટ્રમ્પે કહ્યું- ડીલ માટે ઈરાને સામેથી ફોન કર્યો

Trump Claims Iran Ready for Deal as Second Talks Planned : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા છ સપ્તાહ લાંબા સંઘર્ષને કાયમી વિરામ આપવા માટે ફરી એકવાર મંત્રણાના ટેબલ પર આવવાની તૈયારીઓ તેજ થઈ છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે. 

વેન્સનો દાવો- ઈરાનના નેતાઓ અમેરિકા સામે ઝૂક્યા 

અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ઇસ્લામાબાદ મંત્રણામાં કેટલીક પ્રગતિ થઈ છે. અમેરિકાએ ઈરાનમાંથી પરમાણુ સામગ્રી હટાવવા અને યુરેનિયમ સંવર્ધન રોકવા માટે કડક આગ્રહ રાખ્યો છે. વેન્સે ઉમેર્યું કે, ઈરાનના નેતાઓ ઝૂક્યા છે, પરંતુ અંતિમ નિર્ણય માટે તેમને તેહરાનની મંજૂરીની જરૂર છે. જો ઈરાન એક સામાન્ય દેશની જેમ વર્તે તો ટ્રમ્પ વહીવટીતંત્ર તેમને સામાન્ય અર્થતંત્ર આપવામાં ખુશ થશે. 

ઈરાને અમારો સંપર્ક કર્યો: ટ્રમ્પનો દાવો, વ્હાઇટ હાઉસે કહ્યું- નાકાબંધી સફળ રહી 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તરફથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ ડીલ કરવા માંગે છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પની નાકાબંધી એટલી અસરકારક રહી છે કે ઈરાન હવે કરાર કરવા માટે મજબૂર બન્યું છે.

ઈરાને ગલ્ફ દેશો પાસે માંગ્યું યુદ્ધનું વળતર

જોકે, આ મંત્રણાઓ વચ્ચે ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં નવી માંગ મૂકી છે. ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન અને જોર્ડન જેવા દેશો પાસે વળતર માંગ્યું છે. ઈરાનનો આરોપ છે કે આ દેશોએ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને સાથ આપ્યો હતો.