ઈરાન યુદ્ધ વચ્ચે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ! નાટો અંગે ટ્રમ્પની મોટી જાહેરાત, UKના PMને પણ લીધા આડેહાથ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran War: અમેરિકા દુનિયાની સૌથી મજબૂત સંરક્ષણ સંધિ NATO(નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) થી પોતાને અલગ કરી શકે છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે બુધવારે 1 એપ્રિલના રોજ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, હું નાટો છોડવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું. ઈરાન યુદ્ધ ખતમ થયા બાદ આ અંગે નિર્ણય લઈશ. એક દિવસ પહેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નાટો અને અમેરિકાના સંબંધોની સમીક્ષા કરવાની વાત કરી હતી.
NATO એટલે 'કાગળનો વાઘ'
ડેઈલી ટેલિગ્રાફ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું- 'મને નાટો ક્યારેય પસંદ નહોતું. હું તેને છોડવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું. આ અંગે વધારે વિચાર કરવાની પણ જરૂર નથી. હું ઈરાન યુદ્ધ ખતમ થયા પછી આ અંગે નિર્ણય સંભળાવીશ'. ટ્રમ્પે આ દરમિયાન નાટોને 'કાગળનો વાઘ'ગણાવ્યું હતું.
યુક્રેનમાં સાથે રહ્યા, પરંતુ ઈરાનમાં એકલા પડી ગયા: ટ્રમ્પ
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું- યુક્રેન યુદ્ધ અમેરિકાનું કોઈ યુદ્ધ ન હતું. આ યુરોપનું યુદ્ધ હતું. તેમ છતાં અમેરિકન સહયોગ યુક્રેનને મળ્યો. અમે ત્યાં હાજર રહ્યા, પરંતુ જ્યારે અમારો વારો આવ્યો ત્યારે બધા સાઈડમાં થઈ ગયા. બધાએ અમને ત્યાં એકલા છોડી દીધા.
આ પણ વાંચો: હોર્મુઝ અંગે ટ્રમ્પની ધમકી બાદ બ્રિટને અમેરિકાને બતાવ્યો ઠેંગો! 35 દેશોની બેઠક બોલાવી
ટ્રમ્પે આગળ કહ્યું કે પુતિન પણ NATO સંગઠનની શક્તિ જાણે છે. તેથી રશિયા પણ તેને ગંભીરતાથી લેતું નથી. ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે બ્રિટન પાસે નેવી જ નથી. તે જૂની થઈ ગઈ છે. બ્રિટનના વડાપ્રધાન માત્ર ઊર્જા બચાવવામાં લાગેલા છે. તેનાથી કંઈ થવાનું નથી. હું તેમને હવે તેમને કોઈ સલાહ નહીં આપું. તેમને જે કરવું હોય તે કરે.









