'ઈરાનની 10 માગની યાદી તો ટ્રમ્પે કચરાના ડબામાં ફેંકી દીધી હતી...', વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Ceasefire: એક દિવસ પહેલા અમેરિકા-ઈરાનનો શાંતિનો સંદેશ તે જ દિવસે સાંજ પડતા ઢીલો ઢબ પડી ગયો છે. લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ કલાકોમાં તેને ફરી બંધ કરવાની જાહેરાત કરી દીધી. સાથે જ એ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકાએ હવે એ નક્કી કરવું પડશે કે તેનેયુદ્ધવિરામ જોઈએ છે કે ઈઝરાયલ દ્વારા યુદ્ધ. ઈઝરાયલની બાબતમાં ફસાયેલા અમેરિકામાં પણ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ટીકાઓ જોર પકડી રહી છે.
ઘરમાં જ ઘેરાયા ટ્રમ્પ
અમેરિકન સેનેટરે ટ્રમ્પને રાષ્ટ્ર પ્રમુખ પદ માટે માનસિક રીતે અનફિટ ગણાવ્યા અને તેમને પદ પરથી હટાવવા માટે શક્ય તમામ પગલાં લેવાની અપીલ પણ કરી દીધી. ટ્રમ્પની ટીકાનું કેન્દ્ર ઈરાન દ્વારા મોકલવામાં આવેલ 10 મુદ્દાનો પ્રસ્તાવ છે. ક્રિસ મર્ફીએ એક દિવસ પહેલા આને ટ્રમ્પનું સરેન્ડર ગણાવ્યું હતું. આ બાબતે હવે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા સામે આવી છે.
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર સહમત
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યો છે કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર સહમત થયું છે. તેમણે કહ્યું કે અમને ઈરાન તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે, જેને વાતચીત માટે એક વ્યવહારુ આધાર માનવામાં આવ્યો છે.
કેરોલિન લેવિટે જણાવ્યું કે ઈરાને શરૂઆતમાં 10 મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો હતો, જે ગંભીર અને સ્વીકાર્ય ન હતો. તેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની સાથે તેમની નેગોશિયેશન ટીમે આ પ્રસ્તાવને ખરેખર કચરાપેટીમાં ફેંકી દીધો હતો. તેમણે મીડિયાને આગ્રહ કર્યો કે આવી કોઈપણ વાતને આગળ ન વધારવામાં આવે જેને તથ્યો સાથે કોઈ સંબંધ નથી.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ દાવો કર્યો કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ ક્યારેય પણ ઈરાનની ઈચ્છાઓની યાદીને કોઈ કરાર તરીકે સ્વીકારશે નહીં. તેમણે દેશને આશ્વાસન આપ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ એવો જ કરાર કરશે જે અમેરિકન જનતાના હિતમાં હશે.









