World

ઈરાન સાથે ડબલ ગેમ રમી રહ્યું છે પાકિસ્તાન? શાંતિ મંત્રણા વચ્ચે પડદાં પાછળ સાઉદી અરેબિયામાં મોટો ખેલ

By GS TEAM
11 Apr 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાન ઈરાન સામે ડબલ ગેમ રમી રહ્યું છે એક તરફ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના ડેલિગેશનને બોલાવી મધ્યસ્થતાની ડીંગો હાંકી રહ્યું છે બીજી તરફ ઈરાન વિરુદ્ધ ચાલ રમી સાઉદી અરેબિયામાં ફાઈટર જેટ્સ મોકલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે ડબલ ગેમ રમી રહ્યું છે પાકિસ્તાન? શાંતિ મંત્રણા વચ્ચે પડદાં પાછળ સાઉદી અરેબિયામાં મોટો ખેલ

Pakistan Iran: પાકિસ્તાન ઈરાન સામે ડબલ ગેમ રમી રહ્યું છે એક તરફ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના ડેલિગેશનને બોલાવી મધ્યસ્થતાની ડીંગો હાંકી રહ્યું છે બીજી તરફ ઈરાન વિરુદ્ધ ચાલ રમી સાઉદી અરેબિયામાં ફાઈટર જેટ્સ મોકલી રહ્યું છે. 

પાકિસ્તાની ફાઈટર જેટ સાઉદીમાં ઉતર્યા

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પાકિસ્તાને પોતાના ફાઈટર જેટ અને સહાયક વિમાનો સાઉદી અરેબિયામાં તૈનાત કર્યા છે. બંને દેશો વચ્ચે વિતેલા વર્ષે થયેલા સંરક્ષણ સમજૂતી હેઠળ આ અઠવાડિયે પાકિસ્તાની એરફોર્સના લડાકુ વિમાનો સાઉદી અરેબિયાના એરબેઝ પર ઉતર્યા છે. સાઉદી સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ તૈનાતીની પુષ્ટિ કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી સાઉદીમાં ફાઈટર જેટ્સની તૈનાતી પર અત્યાર સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. આ દરમિયાન સાઉદી અરેબિયા તરફથી પાકિસ્તાનને આર્થિક મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ-વિરામ પાકિસ્તાનની મધ્યસ્થતામાં વાતચીત થઈ રહી છે.

કેટલા લડાકુ વિમાનો આવ્યા?

સાઉદી સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કિંગ અબ્દુલ અઝીઝ એરબેઝ પર પાકિસ્તાની વિમાનોની તૈનાતીનો હેતુ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે બંને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય તાલમેલ સુધારવા અને ઓપરેશનલ તૈયારી વધારવાનો છે. જો કે નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કેટલા વિમાનો આવ્યા છે અને તેનો ઈરાન સાથેના યુદ્ધ સાથે કોઈ સંબંધ છે કે નહીં.

પાકિસ્તાન-સાઉદી ડિફેન્સ ડીલ

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરાર થયો હતો,  આ કરાર પર પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ બંને દેશો એ બાબત માટે પ્રતિબદ્ધ છે કે જો તેમાંથી કોઈ એક પર પણ હુમલો થાય છે, તો તેને બંને પર થયેલો હુમલો માનવામાં આવશે.

પાકિસ્તાનની પાછીપાની!

ઈરાનના અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલેલા આશરે છ અઠવાડિયાના યુદ્ધમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો સંરક્ષણ કરાર ચર્ચામાં રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં ઈરાને સાઉદી અને બીજા ખાડી દેશોમાં અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈરાન તરફથી સાઉદીમાં હુમલા બાદ વારંવાર એ સવાલ પૂછવામાં આવ્યો કે શું પાકિસ્તાનીઓ સાઉદી સાથે થયેલા સંરક્ષણ કરારથી પાછી પાની કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં શાંતિ કે છેતરામણી? અમેરિકા-ઈરાન મંત્રણાના સામે 5 મોટા પડકારો

સાઉદી તરફથી પાકિસ્તાનને આર્થિક મદદનું આશ્વાસન

સાઉદી અરેબિયાએ શુક્રવારે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું છે કે તે પશ્ચિમ એશિયામાં સંઘર્ષથી ઉભી થયેલી સમસ્યાઓનો સામનો કરવા માટે તેને સંપૂર્ણ આર્થિક સહયોગ આપશે. આ મદદ એવા સમયે આપવામાં આવી છે, જ્યારે ઈસ્લામાબાદ પોતાનું 5 અબજ ડોલરનું દેવું ચૂકવી રહ્યું છે. પાકિસ્તાન વધતા આયાત ખર્ચ વચ્ચે પોતાના બાહ્ય ખાતાને સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદી નાણામંત્રી મોહમ્મદ બિન અબ્દુલ્લા અલ-જદાન સાથે મુલાકાત કરીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સાઉદીએ પાકિસ્તાનને સંપૂર્ણ નાણાકીય સહયોગનું આશ્વાસન આપ્યું છે.