Get The App

બાઈડેનની જતા જતા ભારતને ભેટ! 3 પરમાણુ સંસ્થાને પરમાણુ નિયંત્રણ કાયદાથી બહાર કરી

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
બાઈડેનની જતા જતા ભારતને ભેટ! 3 પરમાણુ સંસ્થાને પરમાણુ નિયંત્રણ કાયદાથી બહાર કરી 1 - image

US-India Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કાર્યકાળ સમાપ્ત થયું છે. જો કે, સત્તા પરથી દૂર થતાં પહેલાં તેમણે ભારત માટે બે મોટી ભેટ આપી છે. આ ભેટ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ  બનાવશે. બંને દેશો વચ્ચે ટેક્નિકલ અને સુરક્ષા ક્ષેત્રે ભાગીદારી વધુ મજબૂત બની છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાએ ભારતની ન્યૂક્લિઅર કંપનીઓ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કર્યા છે. જેમાં ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટર, ઈન્દિરા ગાંધી ન્યૂક્લિઅર રિસર્ચ સેન્ટર, અને ઈન્ડિયન રેર અર્થ્સ લિમિટેડને પ્રતિબંધિત કંપનીની યાદીમાંથી દૂર કરી છે. જેથી દેશની ન્યૂક્લિઅર કંપનીઓ હવે સરળતાથી આ ક્ષેત્રે અમેરિકા સાથે બિઝનેસ કરી શકશે. 

એઆઈ ચીપ્સ સુધી પહોંચ બની

બીજી મોટી ભેટ એડવાન્સ એઆઈ ચીપ્સનો બિઝનેસ કરવા મંજૂરી છે. અમેરિકાએ ભારતને કોઈપણ રોક-ટોક વિના એડવાન્સ એઆઈ ચીપ્સનો ફાયદો ઉઠાવવા મંજૂરી આપી છે. આ પગલાં સાથે એઆઈ ચીપ્સની સુવિધાઓ મેળવતાં 18 દેશોની યાદીમાં ભારતને સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: મેલોની માટે ઘૂંટણ પર બેઠા અલબાનિયાના PM, આ રીતે આપી બર્થડે ગિફ્ટ

ચીન પર પ્રતિબંધો

અમેરિકાએ ભારતની ન્યૂક્લિઅર કંપનીઓ પરથી વર્ષો જૂનો પ્રતિબંધો દૂર કરતાં પહેલાં ચીનની 11 ન્યૂક્લિઅર કંપનીઓને પ્રતિબંધિત કંપનીની યાદીમાં સામેલ કરી હતી. ચીનની સેમી કંડક્ટર અને એઆઈ ટેક્નોલોજી સુધીની પહોંચને મર્યાદિત કરવાના હેતુ સાથે અમેરિકાએ આ પગલું લીધુ હતું. ચીન પર પ્રતિબંધો ભારત માટે તક બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને દિલ્હી આઈઆઈટીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન એનએસએ અજિત ડોભાલ અને  વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાતમાં આ પ્રતિબંધો દૂર કરવા ચર્ચા થઈ હતી.

ભારત-અમેરિકા વચ્ચે ગાઢ સંબંધ બન્યાં

જો બાઈડેનના આ પ્રયાસથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો વધુ ગાઢ બન્યા છે. વધુમાં 20 જાન્યુઆરીથી ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા બાદ ભારત સાથેના વેપાર સંબંધોમાં વધુ સુધારો થવાની શક્યતાઓ છે. અમેરિકાનું આ પગલું વૈશ્વિક શક્તિ સંતુલનમાં ભારતની વધતી ભૂમિકા રજૂ કરે છે. દેશની ડિફેન્સ, પાવર અને ટેક્નિકલ ક્ષમતાઓમાં સુધારો અને વધારો કરવાની તક મળશે.

બાઈડેનની જતા જતા ભારતને ભેટ! 3 પરમાણુ સંસ્થાને પરમાણુ નિયંત્રણ કાયદાથી બહાર કરી 2 - image